હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં ભારે નુકશાન પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ

Posted 2 years ago with 55 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું heavy rain અનુમાન

હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં ભારે નુકશાન પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ
1/2
હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં ભારે નુકશાન પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ
2/2

હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં ભારે નુકશાન પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ 

હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં (Manali Cloud Burst) ભારે નુકશાન થયું છે. અડધી રાતે પડેલા ભારે વરસાદ પછી આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર (Manali Flood) આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી થઈ ગઈ. વ્યાસ નદીનું જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. 

મનાલીના સોલંગવેલી રિસોર્ટ નજીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે નાળામાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે. પૂરની લપેટમાં આવતાં બે મકાનો પણ પાણીમાં વહી ગયાની માહિતી મળી હતી. આ ઉપરાંત આભ ફાટ્યા બાદ સર્જાયેલા પૂરમાં અનેક પશુઓ પણ તણાઈ ગયા હતા. અહીં આવેલા 9 મેગાવૉટના પાવર પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું હતું.

પલચાનથી આગળ આવેલા પુલ પર મોટા મોટા પથ્થરોનો ખડકલો સર્જાયો છે. લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદ સિંહ પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. હાલ રસ્તો બંધ છે અને પથ્થરો ખસેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું ( heavy rain અનુમાન છે. ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે. ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે. 50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.