હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગરથી હાહાકાર , 1122 લોકો તડકાથી બેભાન થયા ...

Posted 2 years ago with 48 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદમાં રોજ 250 ઝપટે, રાજકોટમાં રોજ 22 તડકાથી માંદા પડે છે : હોળી પછી 1122 લોકો તડકાથી બેભાન થઈ ગયા : 1804ને પેટમાં ગરબડ થઈ : હોળી પહેલાં માર્ચમાં દૈનિક 801 કેસો 13 ટકા વધીને 905 થયા : પેટમાં અસહ્ય દુઃખાવો અને ઝાડા ઉલ્ટીના સૌથી વધારે કેસો નોંધાયા

ગરથી હાહાકાર , 1122 લોકો તડકાથી બેભાન થયા ...
1/1

ગરથી હાહાકાર , 1122 લોકો તડકાથી બેભાન થયા ... ગુજરાતમાં હજુ તો ઉનાળાનો આરંભ થયો છે ત્યાંં જ અસહ્ય તાપ અને તાપ પણ એવો કે સવારે પણ ટાઢક ન થાય તેવો વરસી રહ્યો છે ત્યારે તેની જનસ્વાસ્થ્ય પર વ્યાપક પ્રતિકૂળ અસર જોવા મળી છે. રાજ્યમાં માત્ર ગત તા. 23ને હોળીના દિવસથી ગઈકાલ તા. 28 સુધીના 6 દિવસમાં 5433 લોકોની તબિયત વધારે બગડતા હોસ્પિટલે લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી હતી. આ ઉપરાંત ખાનગી દવાખાના,હોસ્પિટલોમાં સારવાર લેનારા હજારો હોય છે. ઉનાળામાં અસહ્ય તડકો લાગવાથી ખાસ કરીને પેટમાં દુખાવો થવો, બેભાન થઈ જવું કે મૂર્છા આવવી, માથાનો દુખાવો થવો, અત્યંત તાવ આવવો અને ઝાડાઉલ્ટીની બિમારી વધતી હોય છે. આવા આ વખતે ફેબ્રુઆરી માસમાં પણ બહુ ઠંડી પડી નથી ત્યારે ફેબ્રુઆરીમાં રાજ્યમાં રોજ સરેરાશ 753 કેસો નોંધાતા હતા, તા. 1થી 22 માર્ચ દરમિયાન એટલે કે હોળી પહેલા રોજ 801 કેસો નોંધાતા હતા. હોળી પછી તીવ્ર તાપ પડવો શરૂ થયો છે અને ગત 6 દિવસમાં જ દૈનિક સરેરાશ 905 કેસો 108 ઈમજરન્સીમાં નોંધાયા છે. એટલે કે હોળી પહેલાની સ્થિતિ કરતા 13 ટકાનો વધારો થયો છે અને ફેબુ્રઆરીની સાપેક્ષે 20 ટકાનો વધારો નોંધાયો છે. સૌથી વધુ ઈમરજન્સી પેટમાં દુખાવા સહિતની બાબતે સર્જાઈ છે જેના 6 દિવસમાં 1804 કેસો નોંધાયા છે જ્યારે આ સમયમાં 1122 લોકો તડકાથી બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડવા પડયા હતા. રાજ્યમાં કૂલ 5433 કેસોમાં 1498 કેસો અમદાવાદના છે. એટલેકે રાજ્યમાં ગરમીના કારણે ઈમરજન્સીના કૂલ કેસોમાં 27 ટકા માત્ર અમદાવાદ મહાનગરના છે. રોજ સરેરાશ 250 અમદાવાદીઓ તડકાંથી બિમાર પડયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ગત બે દિવસમાં તડકાંથી 44 લોકોને ઈમરજન્સી સારવાર અપાઈ હતી એટલે કે રોજ સરેરાશ 22 લોકો બિમાર પડયા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.