હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ બનાવ્યો નવો પક્ષ નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી.

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કાઉન્સિલરોએ આ જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવી ન શકવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ બનાવ્યો નવો પક્ષ નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી.
1/1

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ બનાવ્યો નવો પક્ષ નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી

આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ઝટકો લાગ્યો છે. એકસાથ 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામે નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ બનાવ્યો નવો પક્ષ નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી.

કાઉન્સિલરોએ આ જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવી ન શકવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, જનતાને કરવામાં આવેલા વચનો પૂરા ન કરી શકવાના કારણે અમે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છીએ.કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરતા કહ્યું કે, અમારી પાર્ટીનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને મુકેશ ગોયલને અમે પાર્ટીના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા છે. કાઉન્સિલરોએ જણાવ્યું કે, અમે તમામ કાઉન્સિલરો દિલ્હી મહાનગર પાલિકામાં સત્તામાં આવ્યા છતાં પાર્ટીનું ટોચનું નેતૃત્વ દિલ્હી મહાનગર પાલિકાને યોગ્ય રીતે ચલાવવામાં અસમર્થ રહ્યું. 

ટોચના નેતૃત્વ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો વચ્ચે લગભગ કોઈ સંકલન નહોતું જેના કારણે પક્ષ વિરોધમાં આવી ગયો. જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતાને કારણે, અમે નીચેના કાઉન્સિલરો પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે મ્યુનિસિપલ કાઉન્સિલરો આજે તારીખ 17-5-25ના દિવસે પોતાની નવી પાર્ટી બનાવી રહ્યા છીએ, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને તેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર પૂર્ણ સંમતિ વ્યક્ત કરીએ છીએ. 

અમે તમામ મુકેશ ગોયલજીને પોતાના પાર્ટીના નેતા તરીકે સ્વીકાર કરીએ છીએ. આજે હેમવંદ ગોયલજીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ જેમાં 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ મુકેશ ગોયલજીને ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નેતા પસંદ કરવામાં આવ્યા.જે 15 કાઉન્સિલરો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તેમાં મુકેશ ગોયલ, હિમાની જૈન, દેવેન્દ્ર કુમાર, રાજેશ કુમાર લાડી, સુમન અનિલ રાણા અને દિનેશ ભાપદ્વાજ સામેલ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.