હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૪ મું અંગદાન ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

Posted 2 years ago with 62 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું બે કીડની, એક લીવર તેમજ સ્કીન નું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૪ મું અંગદાન ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા
1/2
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૪ મું અંગદાન ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા
2/2

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫૪ મું અંગદાન

ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા

કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું
બે કીડની, એક લીવર તેમજ સ્કીન નું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલમાં થયું ત્રીજું સ્કીન દાન
અંગદાન સાથે સ્કીન દાન પણ પવિત્ર અને અતિ ઉપયોગી દાન છે - ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ૧૫૪ મું અંગદાન થયું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે ૧૫૪ માં અંગદાનની વાત કરીએ તો કલોલ ના રહેવાસી ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણાને ૧૩/૦૫/૨૦૨૪ ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં લાવવામાં આવ્યા હતા. 

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૧૫-૦૫-૨૦૨૪ ના રોજ તબીબોએ અમરતભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા. અમરતભાઇ ના પરીવારમાં તેમના ૯૦ વર્ષીય વૃદ્ધ મા  તેમજ ચાર ભાઇ છે. પોતે અપરણિત હોવાથી અમરતભાઇ પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે અમરતભાઇ ના ભાઇઓને બ્રેઇન ડેડ બાદ અંગદાન વિશે સમજાવતા બધા ભાઇઓ { પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, અશોક્ભાઇ, મનુભાઇ } એ  સાથે મળી અમરતભાઈ નાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમરતભાઈ ના અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ સ્કીન નુ  દાન મળ્યુ. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, અમરતભાઈ ના અંગદાનથી  મળેલ કિડની તેમજ લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા દાખલ જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .

સિવિલ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અંતર્ગત આવેલ સ્કીન બેંક ને મળેલા સ્કીન દાન થી પણ દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં સ્કીન પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૪ અંગદાતાઓ થકી કુલ ૪૯૭ અંગો તેમજ ત્રણ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૮૧ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.