હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં કેરળ પછી બીજા સ્થાને છે

ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી
1/1

ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને

ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં કેરળ પછી બીજા સ્થાને છે. 

ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં કોવિડ-૧૯ના 185 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, હાલમાં કુલ દર્દીઓમાંથી 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 848 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં કોવિડ-19 ને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ

7 જૂન 182 

6 જૂન 170

5 જૂન 167

4 જૂન 119

3 જૂન 108

સાવચેતી અને સાવધાન રહેવા અપીલ

આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ-19 સંબંધિત યોગ્ય વર્તણૂકનું પાલન કરવા અપીલ કરી છે. હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવા અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ખાંસી-છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવા, જાહેર સ્થળોએ ન થૂંકવા, અવારનવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન