હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

18મી લોકસભાનું સત્ર શરૂ વિપક્ષની સંસદ બહાર કૂચ બાદ બંધારણની નકલ સાથે સંસદમાં એન્ટ્રી પ્રોટેમ સ્પીકરે પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા

Posted 1 year ago with 51 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે

18મી લોકસભાનું સત્ર શરૂ વિપક્ષની સંસદ બહાર કૂચ બાદ બંધારણની નકલ સાથે સંસદમાં એન્ટ્રી પ્રોટેમ સ્પીકરે પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા
1/3
18મી લોકસભાનું સત્ર શરૂ વિપક્ષની સંસદ બહાર કૂચ બાદ બંધારણની નકલ સાથે સંસદમાં એન્ટ્રી પ્રોટેમ સ્પીકરે પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા
2/3
18મી લોકસભાનું સત્ર શરૂ વિપક્ષની સંસદ બહાર કૂચ બાદ બંધારણની નકલ સાથે સંસદમાં એન્ટ્રી પ્રોટેમ સ્પીકરે પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા
3/3

18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. પહેલા સત્રમાં સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા હતા . 

આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.

મીડિયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા બંધારણ પર કરવામાં આવી રહેલા હુમલાને સ્વીકારીશું નહીં. ભારતીય બંધારણને કોઈ તાકાત સ્પર્શી પણ નહીં શકે. 

સંસદના પ્રથમ સત્રમાં કઈ તારીખે શું થશે? જાણો 

24-25 જૂન- સત્રના શરૂઆતના આ બે દિવસ સાંસદોના શપથ

26 જૂન- આ વખતે બહુચર્ચિત લોકસભા સ્પીકરની ચૂંટણી 

27 જૂન- રાજ્યસભાના 264મા સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિનું અભિભાષણ

28 જૂન- સંસદમાં વડાપ્રધાન મોદી દ્વારા મંત્રીમંડળના સભ્યોનો પરિચય   

1-3 જુલાઈ- રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા

18મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ગૃહમાં સૌથી પહેલા રાષ્ટ્રગાન થયું અને બાદમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યાર પછી વડાપ્રધાન મોદી સહિતના સાંસદોએ શપથ લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઊભા થયા ત્યારે વિપક્ષી સભ્યોએ ‘NEET NEET, SHAME SHAME’ના સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો કર્યો. નોંધનીય છે કે વિપક્ષ નીટ પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યો છે.

સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનના સાંસદોએ બંધારણની કોપી સાથે સંસદની બહાર કૂચનું આયોજન કર્યું હતું. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાઅર્જુન ખડગે પણ હાજર હતા. તેના પછી તમામ સાંસદો ગૃહમાં બંધારણની નકલ લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે બંધારણને બચાવવાના જે પ્રયાસો કર્યા તેમાં જનતા અમારી સાથે છે, પરંતુ મોદીજીએ બંધારણ તોડવાનો પ્રયાસ કર્યો. એટલા માટે આજે અમે અહીં એકઠા થઈને વિરોધ કરી રહ્યા છીએ. અહીં ગાંધીજીની પ્રતિમા હતી અને અમે અહીં જ વિરોધ કરી રહ્યા છીએ. દરેક લોકતાંત્રિક નિયમો તોડવામાં આવી રહ્યા છે. એટલા માટે આજે અમે મોદીજીને કહી રહ્યા છીએ કે બંધારણનું પાલન કરો.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે. જનતા આશા રાખે છે કે વિપક્ષ સારા પગલાં ભરશે. દેશને એક સારા વિપક્ષની જરૂર છે. અમે બધાને સાથે લઈને ચાલવા માગીએ છીએ. નવા સાંસદોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. નવા ચુંટાયેલા સાંસદોનું સ્વાગત કરીએ છીએ. નવી ગતિ, નવી ઊંચાઇ મેળવવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.