હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ટેકનોલોજી

સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની લીવર બે આંખો તથા ચામડીનું દાન મળ્યું

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. સમગ્ર પ્રક્રિયા ના અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું. જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની  લીવર બે આંખો તથા ચામડીનું દાન મળ્યું
1/1

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક શરૂ થયા બાદથી આજ દિન સુધી 18 ત્વચાના દાન મળ્યા :- ડૉ.રાકેશ જોશી,તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા. 

સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની  લીવર બે આંખો તથા ચામડીનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ ૪૮ કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતા આખરે તેઓને તબીબો દ્વારા તા. 18.05.25 ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ , કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઇના પરિવારજનોને અંગદાનના મહાત્મય વિશેની સમજણ આપવામાં આવી. પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજે પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી.  

સંમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. સમગ્ર પ્રક્રિયા ના અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું. જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. 

આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું. જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. 

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવન નો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ. તેમ ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યુ હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.