રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં 24ના મોત આગની ઘટનાથી અરેરાટી
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની સાચી જાણકારી સામે આવશે.
તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના ચોંકાવનારા વીડિયો અને તસવીરો સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, આમાં મોટાભાગના બાળકોનો મોત થયા છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટના આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ સતત દોડતી જોવા મળી હી છે. સ્થાનીક લોકો પણ બચાવ કામગીરી કરી રહ્યા છે. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ રાજકોટની દુઃખદ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘રાજકોટમાં TRP ગેમ્સ ઝોનમાં આગની દુ:ખદ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું. તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. સત્તાધીશોને કડક કાર્યવાહી કરવા વિનંતી.’