હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

તમિલનાડુુમાં લઠ્ઠાકાંડ, 25નાં મોત, ૬૦થી વધુની હાલત ગંભીર આરોપીની ધરપકડ, દારૂમાં મિથેન મિશ્ર કરાયાનો દાવો અનેકની હાલત ગંભીર મૃત્યુઆંક વધવાનો ભય

Posted 2 years ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોનાં મોતના અહેવાલ

તમિલનાડુુમાં લઠ્ઠાકાંડ, 25નાં મોત, ૬૦થી વધુની હાલત ગંભીર આરોપીની ધરપકડ, દારૂમાં મિથેન મિશ્ર કરાયાનો દાવો અનેકની હાલત ગંભીર મૃત્યુઆંક વધવાનો ભય
1/3
તમિલનાડુુમાં લઠ્ઠાકાંડ, 25નાં મોત, ૬૦થી વધુની હાલત ગંભીર આરોપીની ધરપકડ, દારૂમાં મિથેન મિશ્ર કરાયાનો દાવો અનેકની હાલત ગંભીર મૃત્યુઆંક વધવાનો ભય
2/3
તમિલનાડુુમાં લઠ્ઠાકાંડ, 25નાં મોત, ૬૦થી વધુની હાલત ગંભીર આરોપીની ધરપકડ, દારૂમાં મિથેન મિશ્ર કરાયાનો દાવો અનેકની હાલત ગંભીર મૃત્યુઆંક વધવાનો ભય
3/3

તમિલનાડુુમાં લઠ્ઠાકાંડ, 25નાં મોત, ૬૦થી વધુની હાલત ગંભીર આરોપીની ધરપકડ, દારૂમાં મિથેન મિશ્ર કરાયાનો દાવો અનેકની હાલત ગંભીર મૃત્યુઆંક વધવાનો ભય 

 તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોનાં મોતના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની પણ માહિતી છે. તેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય છે. 

કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ 'મિથેન' ઉમેરાયું હતું. 

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને X પર એક પોસ્ટમાં કહ્યું, 'કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

તમિલનાડુ રાજભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, 'મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ભારત, ધર્મ

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ‘સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું વિશેષ સન્માન કરાયું.

ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

ધરિતા ડેલીવાલાનું પ્રથમ સોલો વોટરકલર એક્ઝિબિશન ‘અનુગૂંજ’ 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની ગુફા ખાતે કલા રસીકો માટે ખુલ્લું મુકાયું

ગુજરાત, ધર્મ

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 'ગીતા પ્રવચન' શ્રેણીનો ભવ્ય પ્રારંભ: પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે 2026-27ના શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન