હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

સોની લિવ પર જલદી રજૂ થનારી સસ્પેન્સ થ્રીલર વેબસિરીઝ '36 Days'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, જે દર્શકોને આકર્ષી રહ્યું છે

Posted 2 years ago with 135 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: સોની લિવ પર ટુંક સમયમાં રજૂ થનારી વેબસિરીઝ '36 Days' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જાણો ક્યારે આવે છે આ સિરીઝ અને કોણ કોણ જોડાયેલું છે આ સિરીઝ સાથે.

સોની લિવ પર જલદી રજૂ થનારી સસ્પેન્સ થ્રીલર વેબસિરીઝ '36 Days'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, જે દર્શકોને આકર્ષી રહ્યું છે
1/1

સોની લિવ પર ટુંક સમયમાં રજૂ થનારી વેબસિરીઝ '36 Days' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને સસ્પેન્સ અને રહસ્યની એક નવી દુનિયામાં લઈ જવાની ખાતરી આપે છે. આ શ્રેણીનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને બીબીસી સ્ટુડિયોઝ ઇન્ડિયા દ્વારા સયુક્ત ઉપક્રમે થયું છે, અને તે યુકેની શ્રેણી '35 Days'નું ઓફિસીયલ ભારતીય રૂપાંતરણ છે. 

વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત આ રહસ્ય અને સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર સિરીઝ વાયદો કરે છે કે તે દર્શકોને એક અનોખી અને ગૂઢ કથાની સફર પર લઈ જશે, જ્યાં દરેક પાત્રની પાછળ એક અજાણી વાર્તા છુપાયેલી છે. ટીઝર જોતાં અત્યારે ફક્ત એટલો ખ્યાલ આવે છે કે નેહા શર્મા એક રહસ્યમય પાત્રની ભૂમિકામાં છે, જે પુરબ કોહલીના ઘરમાં ભાડેથી રહેવા આવે છે અને પછી જે પ્રમાણે વાર્તા આગળ ચાલે છે તેમ તેમ અન્ય પાત્રોના રહસ્ય પણ ખૂલતાં જાય છે જે સિરીઝ જોવાની ઉત્સુકતા અને રસપ્રદતાને વધારે છે.


નેહા શર્મા, જેઓ તાજેતરમાં 'ઈલીગલ સીઝન 3'માં દેખાયા હતા, તેમણે આ સિરીઝનું ટ્રેલર X પર શેર કર્યું અને લખ્યું, "દરેક વાર્તાની હંમેશા ત્રણ બાજુ હોય છે - તમારી બાજુ, મારી બાજુ… અને સત્ય. પરંતુ શું થાય જો સત્ય રહસ્યોની દિવાલ પાછળ છુપાયેલું હોય? હંમેશા યાદ રાખો - રહસ્યો તમારા આરોગ્ય માટે હાનિકારક છે!" જે સિરીઝની વાર્તાને વધારે રહસ્યમય બનાવે છે.

?ref_src=twsrc%5Etfw">May 28, 2024

આ સિરીઝ દરેક વર્ગના દર્શકોને બાંધી રાખશે, તેમજ નેહા શર્મા સાથે, પુરબ કોહલી, શ્રુતિ સેઠ, ચંદન રોય સાન્યાલ, અમૃતા ખાનવિલકર, શરીબ હાશમી, સુશાંત દિવગીકર, શેરનાઝ પટેલ, ફૈશલ રશીદ, ચાહત વિગ, અને કેનેથ દેસાઈ જેવા કલાકારો સિરીઝને લોકપ્રિય બનાવશે. 

આ શ્રેણીની રજૂઆતની તારીખ હજી સુધી સોની લિવ દ્વારા જાહેર કરવામાં નથી આવી પણ ટૂંક સમયમાં આ સિરીઝનું ટ્રેલર અને રીલીઝની તારીખ બંને જાણવા મળશે. અમે પણ તમને અહિયાં તેના વિશે માહિતી આપીશું. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન