હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓએ મુલાકાત લીધી.

Posted 1 year ago with 38 views

Story by Team Samachar Sathe | 8 mins read

સમાચાર સારાંશ: બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષક સાથે વાલીઓ અને સમાજનું યોગદાન પણ જરૂરી છે તેને વધુ પ્રેરિત કરવાનું દાયિત્વ આવા પ્રવેશોત્સવથી આપણે સૌએ નિભાવવાનું છે.

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓએ મુલાકાત લીધી.
1/4
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓએ મુલાકાત લીધી.
2/4
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓએ મુલાકાત લીધી.
3/4
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓએ મુલાકાત લીધી.
4/4

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા.

આ વર્ષે 26 થી 28 જૂન દરમિયાન યોજાએલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે એક બેઠક કરીને સૌના પ્રતિભાવો અને સૂચનો મેળવ્યા હતા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 31,885 પ્રાથમિક શાળાઓ અને 6,300 થી વધુ માધ્યમિક શાળાઓની 74 હજારથી વધુ અધિકારીઓ, પદાધિકારીઓ કે મહાનુભાવોએ મુલાકાત લીધી.

અને નવા 6,685 ક્લાસરૂમ, 7,878 કોમ્પ્યુટર લેબ, 26,570 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. 

ઘણા આનંદની વાત છે કે આ વર્ષે ‘નમો લક્ષ્મી’ યોજનાના અમલથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓના નામાંકનમાં 6.5 ટકાનો વધારો થયો છે, જ્યારે ‘નમો સરસ્વતી’ યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં વિદ્યાર્થી નામાંકનમાં પાંચ ટકાની વૃદ્ધિ થઈ છે. 

આ પ્રવેશોત્સવમાં ‘ટીમ ગુજરાત’ ની કામગીરી ખૂબ સુંદર રહી છે. મહેનતના ઘણા પ્રોત્સાહક પરિણામો આપણને મળ્યા છે. ગુજરાતમાં હવે ગ્રામીણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી પણ અદ્યતન શિક્ષણ સુવિધાઓ પહોંચી ચૂકી છે, ત્યારે આ સુવિધાઓનો પૂરતો લાભ બાળકોને મળે તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાન થકી સમગ્ર સરકારી તંત્ર અને સમાજ સાથે મળીને હજુ વધુ સારું કામ કરે એ ખૂબ જરૂરી છે .

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને મળી જ્વલંત સફળતા પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા.

૩૧,૮૮૫ પ્રાથમિક શાળાઓ-૬,૩૬૯ માધ્યમિક શાળાઓની કુલ-૭૪,૩૫૨ જેટલા અધિકારી-પદાધિકારી-મહાનુભાવોએ મુલાકાત લીધી.

પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા.

‘નમો લક્ષ્મી’ યોજનાના અમલથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓના નામાંકનમાં ૬.૫ ટકાનો વધારો થયો.

‘નમો સરસ્વતી’ યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં વિદ્યાર્થી નામાંકનમાં પાંચ ટકાની વૃદ્ધિ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજવામાં આવ્યો હતો.

ગુજરાતમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી આ મુહિમ શરૂ કરાવી છે.

શાળા પ્રવેશોત્સવની આ વર્ષની ૨૧મી શૃંખલામાં સહભાગી થયેલા મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓના પ્રતિભાવો-સૂચનો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક ગુરૂવારે યોજાઇ હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવા યજ્ઞની સફળતાથી વિકસિત ગુજરાત બનાવી વિકસિત ભારતના નિર્માણની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના સાકાર કરવી છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કામને પોતાનું સમજીને કામ કરવાથી સારા પરિણામો અવશ્ય મળે જ છે તે શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાતે પુરવાર કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શિક્ષણ અને શિક્ષક બંનેની જે ઈમેજ હતી તેમાં હવે બદલાવ આવ્યો છે ગુણવત્તા, સ્તર અને સુવિધા સુધર્યા છે. એટલું જ નહિં, શિક્ષક વિદ્યાર્થીના માતા-પિતાની ભૂમિકા ભજવી બાળકના સર્વગ્રાહી વિકાસની સતત ચિંતા કરે છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગ્રામીણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો સુધી હવે અદ્યતન શિક્ષણ સહુલિયત પહોંચી છે. આ સુવિધાઓનો પૂરતો લાભ બાળકોને મળે તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા આયામોથી આપણે સૌ સાથે મળીને હજુ વધુ સારું પરિણામદાયી કામ કરીએ તે પણ એટલું જ જરૂરી છે.

આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના શિક્ષણમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા સહાયરૂપ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાને કારણે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પાંચ ટકા વધારો થયો છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આદિજાતી વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ પાંચ જેટલા વરિષ્ઠ સચિવ કક્ષાના અધિકારીઓએ પોતે જે ગામો અને શાળાઓમાં ગયા હતા ત્યાંની શિક્ષણ સુવિધાઓ, મધ્યાહન ભોજન, બાળકોના વાંચન-લેખન, ગણિત-વિજ્ઞાનના વિષયની અભિરુચિ તથા શિક્ષકોની સજ્જતા અને શિક્ષણની ગુણવત્તા અંગેના મંતવ્યો, અભિપ્રાયો તથા સુઝાવો વ્યક્ત કર્યા હતા.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે શાળા પ્રવેશોત્સવનો આ સેવાયજ્ઞ અવિરત ચાલતો રહે અને રાજ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ઝળહળતી મશાલ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 

મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે કહ્યું કે, શિક્ષણનું સ્તર અને ગુણવત્તા બેય પ્રવેશોત્સવની ઉત્તરોત્તરની સફળતાથી સુધરે તેવો આ અભિયાનનો આશય છે. 

બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષક સાથે વાલીઓ અને સમાજનું યોગદાન પણ જરૂરી છે તેને વધુ પ્રેરિત કરવાનું દાયિત્વ આવા પ્રવેશોત્સવથી આપણે સૌએ નિભાવવાનું છે.

તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં ખેત મજૂરો કે શ્રમિકોના બાળકો આવતા હોવાથી હાજરીની અનિયમિતતા વર્તાય છે. આવા બાળકોના માતા-પિતાનો રૂબરૂ સંપર્ક કરીને તેમના સંતાનો શાળામાં આવે તેવા પ્રયાસોની પણ જરૂરિયાત છે. 

મુખ્ય સચિવએ પ્રાથમિક કક્ષાએથી જ શાળા શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન સાથે બાળકોના આરોગ્યની સંભાળ અને તપાસ માટે CHC, PHC, સબ સેન્ટર્સને પણ જોડવાનું પ્રેરક સૂચન કર્યું હતું. 

સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી ડૉ. રતન ચારણ ગઢવીએ સૌની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.