હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જુનાગઢ ભરૂચ, સુરત, પોરબંદર, સહિત 9 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું

Posted 2 years ago with 32 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી

જુનાગઢ ભરૂચ, સુરત, પોરબંદર, સહિત 9 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું
1/1

જુનાગઢ ભરૂચ, સુરત, પોરબંદર, સહિત 9 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું

ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં શ્રીકાર વર્ષા યથાવત્, 206 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, 9 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે અને સોમવારે (પહેલી જુલાઈ) 206 તાલુકામાં 8.25 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 8.25 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચ, જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજની આગાહી: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ

મધ્યમ વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજની આગાહી: પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ

સામાન્ય વરસાદની આગાહી: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર

હવામાન વિભાગે આજે ગુજરાતના 9જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું. 

હવામાન વિભાગ દ્વારા આજે (બીજી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન