સમાચાર સારાંશ: પ.બંગાળમાં પીએમ મોદીએ ઝારગ્રામની મુલાકાત વખતે એક દુકાને ઝાલમુરી ખરીદીને ખાધી હતી. તેની અસર એવી દેખાઈ કે ઝારગ્રામની તમામ બેઠક પર ભાજપ હાલમાં વલણોમાં લીડ મેળવતો દેખાય છે.
પ.બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ..સૌની નજર પશ્ચિમ બંગાળ પર
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે.
પ.બંગાળમાં પીએમ મોદીએ ઝારગ્રામની મુલાકાત વખતે એક દુકાને ઝાલમુરી ખરીદીને ખાધી હતી. તેની અસર એવી દેખાઈ કે ઝારગ્રામની તમામ બેઠક પર ભાજપ હાલમાં વલણોમાં લીડ મેળવતો દેખાય છે.
પ.બંગાળમાં મમતા બેનરજીની ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 105 બેઠક તો મમતા બેનરજીની ટીએમસી 102 બેઠક પર લીડ મેળવી રહી છે. અત્યાર સુધીમાં 293માંથી 213 બેઠકોના જ વલણો સામે આવ્યા છે તેમાં ભાજપનું પ્રદર્શન ચોંકાવનારું રહ્યું છે જે 2021ના રિઝલ્ટ કરતાં પણ વધુ સારું છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનું સપનું પૂરું થતું દેખાઈ રહ્યું છે. અહીં શરૂઆતી વલણોમાં ભાજપ 147 બેઠકો પર આગળ છે, જ્યારે TMC 99 બેઠકો પર સરસાઈ ધરાવે છે. આ સિવાય કોંગ્રેસનું પણ ખાતું ખુલતું દેખાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે અત્યંત રસાકસીભરી જંગ જોવા મળી રહી છે. આ પરિણામોની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
કાંટાની ટક્કર: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે.
ભાજપની સરસાઈ: શરૂઆતી વલણોમાં ભાજપ 147 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ટીએમસી 99 બેઠકો પર સરસાઈ ધરાવે છે.
અગાઉના વલણો: મતગણતરીના શરૂઆતી તબક્કામાં ૨૯૩માંથી ૨૧૩ બેઠકોના વલણોમાં ભાજપ ૧૦૫ અને ટીએમસી ૧૦૨ બેઠક પર આગળ હતું.
ઐતિહાસિક પ્રદર્શન: ભાજપનું અત્યારનું પ્રદર્શન ૨૦૨૧ના પરિણામો કરતાં પણ વધુ સારું અને ચોંકાવનારું રહ્યું છે.
કોંગ્રેસની સ્થિતિ: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું પણ ખાતું ખુલતું દેખાઈ રહ્યું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



