સમાચાર સારાંશ: બિહારના રાણીગંજ પ્રખંડના પરમાનંદપુર ગામમાં એક ખેતરમાં પુલ બનાવી દેવાયો હતો
બિહારમાં વિચિત્ર કારીગરી ખેતરમાં જ પુલ બાંધવાની આ ઘટનાએ ભારે કુતુહલ જગાવ્યું છે. અધિકારીઓની આ વિચિત્ર કારીગરીને કારણે ગ્રામજનો પણ ભારે રોષે ભરાયા
બિહારમાં પુલ ધ્વસ્ત થવાની તો અનેક ઘટનાઓ સામે આવી હતી પણ હવે એક વિચિત્ર માહિતી સામે આવી છે. બિહારમાં એવી જગ્યાએ પણ પુલ બાંધવામાં આવી રહ્યા છે કે જ્યાં રોડ કે નદી કઇ જ નથી, માત્ર ખેતરમાં પુલ બાંધવામાં આવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બિહારના રાણીગંજ પ્રખંડના પરમાનંદપુર ગામમાં એક ખેતરમાં પુલ બનાવી દેવાયો હતો, આ પુલ મૂળ તો એક સુકાઇ ગયેલી નદી પર અને આશરે ત્રણ કિમીના રોડ માટે બનાવવાનો હતો પણ બિહાર સરકારના હોશિયાર અધિકારીઓએ ખેતરમાં જ તેનું નિર્માણ કામ કરી નાખ્યું. આ પુલ હાલ ધૂળ ખાઇ રહ્યો છે અને તેનો હવે કોઇ જ ઉપયોગ નથી થઇ રહ્યો.
સામાન્ય રીતે નદી નાળા પર કે રોડને જોડવા માટે પુલ બંધાતા હોય છે પણ ખેતરમાં જ પુલ બાંધવાની આ ઘટનાએ ભારે કુતુહલ જગાવ્યું છે. અધિકારીઓની આ વિચિત્ર કારીગરીને કારણે ગ્રામજનો પણ ભારે રોષે ભરાયા છે. ગ્રામજનોનું કહેવુ છે કે આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. નદીને બાજુમાં મુકીને એક ખાનગી જમીન પર પુલ બાંધી દેવાયો છે. એટલે કે પુલ કોઇ સરકારી જમીન પર નહીં પણ ગામના જ એક ખેડૂતની જમીન પર બાંધી દેવાયો હતો.
બિહાર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય છે જે પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે. જો કે અહીં ઘણી વિશેષતાઓ છે, પરંતુ અહીંના લોકો એવા કામ કરે છે જે આખી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવે છે. અત્યારે વરસાદની મોસમ છે અને બિહારમાં પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અહીં કંઇક એવુ બન્યુ છે કે જાણીને તમે ચોંકી જશો.
બિહારના અરરિયા (Araria) જિલ્લામાં પુલ તૂટી પડવાની ચર્ચા વચ્ચે એક અનોખા પુલના નિર્માણની નવી કહાની સામે આવી છે. રાણીગંજ બ્લોકના પરમાનંદપુર ગામમાં સુકાઈ ગયેલી નદી પર પુલ અને લગભગ ત્રણ કિલોમીટરના રસ્તા માટે એક પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પુલ નદીની ઉપર નહીં પરંતુ ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલના નિર્માણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનો ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે.
જ્યારથી લોકોને આ બ્રિજ વિશે માહિતી મળી છે ત્યારથી લોકો આઘાતમાં અને સ્તબ્ધ થઈ ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે, આ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. આ પુલ નદીને બદલે ખાનગી જમીન પર બનાવવામાં આવ્યો હતો.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ પુલ કેટલાક વચેટિયાઓની મિલીભગતથી બનાવવામાં આવ્યો છે અને તેને રોડ સાથે જોડવામાં આવ્યો નથી કે, એપ્રોચ પણ બનાવવામાં આવ્યો નથી.
ડીએમએ કાર્યવાહી કરીઆ મામલે કાર્યવાહી કરતા અરરિયાના ડીએમએ તપાસના આદેશ આપ્યા છે. ડીએમએ કહ્યું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલામાં જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



