હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, રાજનૈતિક

ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરને કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહ્યો અને ટુડોને આપી સલાહ ભારત સાથે વિવાદ ઉકેલવો જોઇએ.

Posted 1 year ago with 45 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે

ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરને કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહ્યો અને   ટુડોને આપી સલાહ ભારત સાથે વિવાદ ઉકેલવો જોઇએ.
1/1

ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરને કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહ્યો અને ટુડોને આપી સલાહ ભારત સાથે વિવાદ ઉકેલવો જોઇએ.

ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા અંગે, ભારત અને કેનેડાએ રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ટ્રુડો નિજ્જરને કેનેડાનો નાગરિક જણાવી ભારતને ઘેરી રહ્યા છે. ત્યારે કેનેડાના એક વિપક્ષી નેતાએ તેને વિદેશી આતંકવાદી કહેવા સાથે જસ્ટિન ટ્રુડોને કહ્યું છે કે તે વિદેશી આતંકવાદીને લીધે ઉભરી રહેલી વૈશ્વિક તાકાત સાથે ન ઝઘડો.

પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના નેતા મેક્ષિમ બર્નિયરે ગુરૂવારે કહ્યું હતું કે હરદીપ સિંઘ નિજ્જર એક વિદેશી આતંકવાદી હતો તેને ૨૦૦૭માં કોઈપણ રીતે કેનેડાની નાગરિકતા આપવામાં આવી હતી. આવા આતંકવાદી અંગે વિવાદમાં પડવાને બદલે ઉભરતી રહેલી વિશ્વ શક્તિ ભારત સાથે તેણે વિવાદ ઉકેલવો જોઇએ.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના એક અધિકારીને ભાગેડુ આતંકીની યાદીમાં સામેલ કર્યા છે. આ યાદીમાં જે અધિકારીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તેની ઓળખ સંદીપ સિંહ સિદ્ધુ તરીકે થઈ છે. આ ભાગેડુ આતંકીને ભારત મોકલવાની માંગ કરાઈ છે.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશનિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે, ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન