હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો કોઈ કાર્યવાહી ન થતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી

Posted 2 years ago with 238 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: હવે અસ્લમભાઈને સરકાર ન્યાય અપાવશે કે કેમ એ જોવું રહ્યું

અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો  કોઈ કાર્યવાહી ન થતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી
1/1

અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. જેને લઈ તેની સામે કોઈ કાર્યવાહી ન થતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અધિકારીઓને મદદની ગુહાર લગાવી 

વાત કરીએ તો અસલમ બાંકે ખાનને પ્લોટના મકાનમાલિક દ્વારા તેમનો પ્લોટ જે નંબર 65, સૈયદ નગર પાસે, રહીમ નગર, દાણીલીમડા, અમદાવાદ ખાતે છે તે પુરા પૈસા ન આપી શકે તો ટુકડે ટુકડે જ્યારે પણ થાય તેમ વેચાણ આપવા અને ત્યાર બાદ મકાનના દસ્તાવેજ તેમના નામે કરી આપવા માટેનું નક્કી થયું જે મુજબ તેઓ માલિકની વાતોમાં આવી જતા અસલમ ભાઈ જાત મહેનતે કમાઈ ટુકડે ટુકડે લગભગ 5 લાખ ઉપરની રકમ તેને આપી પરંતુ ત્યાર બાદ માલિક દ્વારા કોઈજ કાગળો ન આપવામાં આવતા તેઓને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેઓએ પોલીસને આ બાબતે ફરિયાદ કરતા તેઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે તેઓ સરકારના શરણે આવ્યા છે.

અસ્લમભાઈના આક્ષેપ મુજબ તેઓ સાથે મકાનની લેવેચ મામલે માલિકે છેતરપીંડી કરી છે એ તો ઠીક તેઓએ તેમના મકાનના તાળા તોડી તમામ માલસામાન પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું છે. તેઓએ આ બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જતાં ત્યાં પણ તેઓને વ્યવસ્થિત જવાબ ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું..

પોતાની તમામ કમાણી રોકી પોતાનું ઘર ઈચ્છાતા અસ્લામભાઈને તમામ જગ્યાએથી નિરાશા મળતા આખરે તેઓએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત શહેર પોલીસ કમિશનરને લેખિત ઓનલાઈન જાણ કરી આ બાબતે ન્યાય અને મદદ માટે ગુહાર લગાવી છે.

હવે અસ્લમભાઈને સરકાર ન્યાય અપાવશે કે કેમ એ જોવું રહ્યું..હાલ તેઓ તેમના પૈસા પાછા મળી જાય અથવા તેઓને તેમના મકાનના દસ્તાવેજ મળી જાય તેવી માંગ કરી રહ્યા છે.

રિપોર્ટ અમદાવાદ સંજીવ રાજપૂત

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.