હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડી ,સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

Posted 1 year ago with 19 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડી ,સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી
1/1

અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડી ,સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. આ મામલે ચેરીટી કમિશનરની કચેરી દ્વારા સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  મંદિરની જમીન પચાવી લેનારા કુલ 7 આરોપીઓ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદના જમાલપુરમાં સદીઓ જૂના મંદિરને પચાવી પાડી ,સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

મળતી વિગતો અનુસાર અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિર પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વસ્ત્રાપુર બહુમાળી ભવન મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બાબુ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બીલાલ શેખ, જીશાન કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસેન કુરેશી સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ત્રિકમજી મંદિરમાં વર્ષ 1966માં ચેરિટી કમિશનર દ્વારા ચાર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1999માં મંદિરની જમીન સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહને વેચવામાં આવી હતી, પરંતુ આ જમીન વેચતા પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લેવામાં આવી ન હતી. આથી ચેરિટી કમિશનર દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. સીટી સિવિલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સહજ ઓનર્સ એસોસિએશન વતી બાબુલાલ શાહે 2011માં હાઇકોર્ટમાં દાવો કર્યો હતો, જે હજુ પેન્ડિંગ છે.

કોર્ટમાં દાવાઓ પેન્ડિંગ હોવા છતાં આ જમીન બીલાલ અને તેના મળતિયાઓને વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે.  તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જમીન વેચાણના પુરાવા રૂપે નિઝામુદ્દીન શેખના ખાતામાં પૌત્ર બિલાલ શેખ અને તેના મળતિયાઓ દ્વારા 2.36 કરોડ રૂપિયા જમા કરાવવામાં ન આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલમાં મંદિરની જગ્યા પર બિલાલ શેખ અને તેમના મળતિયાઓનો ગેરકાયદેસર કબજો છે. ગાયકવાડ હવેલી પોલીસે આ સમગ્ર મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.