હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા

Posted 1 year ago with 47 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા
1/1

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આજે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જેના લીધે કારખાનામાં કામ કરી રહેલા 14 જેટલા રત્ન કલાકારો દાઝી ગયા હતા. 

જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઘટનામાં દાઝી ગયેલા તમામ રત્ન કલાકારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ડાયમંડ ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બે હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહીં ડાયમંડ ઉપરથી ધૂળને દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ થતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 

બ્લાસ્ટની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં દાઝી ગયેલા 14 જેટલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

At least 14 gem artists were charred to death after a gas explosion at a diamond factory in Surat.

An explosion took place in a gas line at a diamond factory in Katargam area of Surat city today. This led to a stampede. The blast was so powerful that 14 gem artists working in the factory were burnt to death. The condition of two of them is reported to be serious. All the injured were immediately rushed to the hospital. The fire brigade team immediately reached the spot on getting the information and doused the fire. 

A massive fire broke out at a diamond factory in Surat, Gujarat. This led to a chaotic situation. At least 14 people were injured in the blast, two of them seriously. Here it has been reported that gas lines are used to remove dust from the diamond and clean it. 

The fire brigade's team arrived immediately after the incident was reported. Fire brigade team rushed to the spot and extinguished the fire. At least 14 people were injured in the incident and were rushed to the hospital. The fire is currently under control. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.