હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી

Posted 2 years ago with 98 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં પુરજોશમાં તૈયારી કરવામાં આવી

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી
1/4
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી
2/4
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી
3/4
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી
4/4

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પહેલા ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ નિજ મંદિરે પરત ફરી જળયાત્રા 

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા સાતમી જૂલાઈએ નીકળશે. 

બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. 

ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. જગન્નાથજીની ષોડસોપચારની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ જળયાત્રાની પૂજાવિધિમાં જોડાયા હતા.

 જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સાંજે સરસપુર મોસાળમાં જશે. જ્યાં મોટી સંખ્યામાં સરસપુરવાસીઓ જોડાશે. આ શોભાયાત્રા મોડી સાંજે રણછોડરાય મંદિરમાં પહોંચશે. આ ઉપરાંત રથયાત્રાા ની તૈયારી ના ભાગરૂપે શહેરમાં પોલીસ તંત્ર પણ ખડે પગે તૈયારીઓમાં વ્યસ્ત છે રથયાત્રાના માર્ગ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોખમી મકાનોને પણ ઉતારી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.