હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

અંબાજીના ચાચર ચોકમાં જય જય અંબે છેલ્લા 190 વર્ષથી નિરંતર ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ ડંડાવાળો સંઘ અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Posted 1 year ago with 69 views

Story by Sanjiv Rajput | 4 mins read

સમાચાર સારાંશ: છેલ્લા 190 વર્ષથી નિરંતર લાલડંડા વાળો સંઘ અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું . આ સંઘમાં 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલદંડા સંઘમાં અંબાના દર્શને અંબાજી દરવર્ષે પહોંચે છે

અંબાજીના ચાચર ચોકમાં  જય જય અંબે  છેલ્લા 190 વર્ષથી નિરંતર ઐતિહાસિક મહત્વ ધરાવતો  લાલ ડંડાવાળો સંઘ  અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
1/1

અંબાજીના ચાચર ચોકમાં  જય જય અંબે  છેલ્લા 190 વર્ષથી નિરંતર ઐતિહાસિક મહત્વ ધરાવતો  લાલ ડંડાવાળો સંઘ  અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 

પૂનમ પર અંબાજી પહોંચે છે અનેક સંઘ 

અંબાજીના ચાચર ચોકમાં  જય જય અંબે  છેલ્લા 190 વર્ષથી નિરંતર ઐતિહાસિક મહત્વ ધરાવતો  લાલ ડંડાવાળો સંઘ  અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડાવાળો સંઘ 

છેલ્લા 190 વર્ષથી નિરંતર લાલડંડા વાળો સંઘ અંબાજી પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું . આ સંઘમાં  51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલદંડા સંઘમાં અંબાના દર્શને  અંબાજી દરવર્ષે પહોંચે છે  . લાલ દંડા સંઘેમાં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ પર અંબાજી અનેક સંઘ આવે છે, પરંતુ આ સંઘમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ લાલ ડંડા વાળો સંઘ છે .   અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે.  છેલ્લા ૧૯૦ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે.

 આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા વાળો સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો જૂનો સંઘ છે. 

 વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી નીજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે.

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે મા અંબાનું ધામ 

અંબાજીની ગલીઓમાં “ બોલ મારી અંબે જય જય અંબે 

ભાદરવી પૂનમનો મેળો માં જગત જનની માં અંબા ના ધામે યોજાઈ રહ્યો સાત દિવસના ભાદરવી  મહામેળાનો આજે ચોથો દિવસ છે. અનેકો ભક્તો માં અંબા ની ભક્તિ મા લીન થઈને દૂર દૂર થી દંડવત પ્રણામ કરતા કરતા  અંબાજી મંદિર પહોંચી રહ્યા છે.  બોલ મારી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. 

માતાજી ના દર્શનાર્થે આવતા તમામ ભક્તો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા આધુનિક સગવડ આપવામાં આવી છે  

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા છે. માત્ર ભારતભરના નહિ, પરંતું વિશ્વભરનો સૌથી મોટો મેળો અંબાજીનો મેળો માનવામાં આવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન