સમાચાર સારાંશ: ડાયવર્ઝન માટે બ્રિજ નીચે લગાવવામાં આવેલા બેરીકેટના પતરા અચાનક રીક્ષા પર પડતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના એસજી હાઇવે પર બ્રિજ નીચે લગાવવામાં આવેલા બેરીકેટના પતરું અચાનક રીક્ષા પર પડતા એકનું મોંત
કોન્ટ્રાક્ટરની આવી ગંભીર બેદરકારી હજુ કેટલાં જીવ લેશે?

અમદાવાદના એસજી હાઇવે પર, YMCA ક્લબ નજીક ચાલુ બ્રિજના બાંધકામ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. તારીખ ૩મે સવારે અંદાજે 9:15 વાગ્યાના આસપાસ બનેલી આ ઘટનામાં ડાયવર્ઝન માટે બ્રિજ નીચે લગાવવામાં આવેલા બેરીકેટના પતરા અચાનક રીક્ષા પર પડતા મોટો અકસ્માત થયો હતો.
રીક્ષામાં બિહારથી આવેલા અને અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા મજૂરો સવાર હતા.આ અકસ્માતમાં એક મજૂરનું મોત નિપજ્યું છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે,જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં ઘાયલોની સારવાર ચાલુ છે.પરંતુ આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે શું બાંધકામ દરમિયાન સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં? અને કોન્ટ્રાક્ટરની આવી ગંભીર બેદરકારી હજુ કેટલાં જીવ લેવાની છે?
On S High in Ahmedabad, YMCA is running near Klib. On May 3, 9:15 am, there was an open discussion on the rickshaw of the barricade stone under the bridge for diversion. The workers working on the construction site in Surti and Ahmedabad from Bihar were in the scene. In this Maha, a large number of people have been killed, due to the Muslim family. There is, while other possible possible formations have been formed. After the incident, the police and 08 team were on the responsibility of the team and all the group's examples are group 108. Yes, the treatment of questions is going on. But what to do in any case during these incidents, is there any safety regulation? And the negligence of the contractor is still alive?
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



