હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સિનેમા-TV અને OTT, ધર્મ

અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો

Posted 1 year ago with 36 views

Story by Sanjiv Rajput | 4 mins read

સમાચાર સારાંશ: તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારો ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો
1/2
અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો
2/2

કલેક્ટર દ્વારા પત્રકારો અને સેવાકેમ્પના સેવાકારોનો માન્યો આભાર અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો.

અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઇભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. 

અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો

જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારો સત્કાર સમારોહ યોજાયો હતો.

 જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારો ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. 

વહીવટી તંત્ર અને સેવા કૅમ્પોના આયોજકો ના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી. આ પ્રસંગે ભાદરવી પૂનમના મેળાનું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકારો લક્ષ્મણ ઠાકોર, દેવેન્દ્ર પ્રજાપતિ, શક્તિસિંહ રાજપૂત, ઉમેશ ઠાકોર, પિયુષ પ્રજાપતિ ઉપરાંત અમદાવાદથી અંબાજી ખાતે મેળાના પ્રારંભ થી અંત સુધી સતત કવરેજ આપેલ એકમાત્ર પત્રકાર સંજીવ કુમાર રાજપૂતનું સહિત જિલ્લાના અન્ય પત્રકારોનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવીન જીલ્લા કલેક્ટરે હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન