હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, રાજનૈતિક, સામાજીક

મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' ના લાભાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા.

Posted 6 months ago with 66 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજ્ય સરકાર દ્વારા હવે 181 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે મહિલાઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘરબેઠા માત્ર એક ફોન કોલથી સમસ્યાનું સમાધાન મળશે.

મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' ના લાભાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા.
1/1

મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' ના લાભાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા 

લાડકી બહેન યોજનાના હપ્તા નથી મળી રહ્યા? સરકારના આ પગલાંને કારણે ઘરે બેઠાં મળશે સમસ્યાનું સમાધાન...

મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' ના લાભાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યોજનાના હપ્તા મળવામાં કે ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયામાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે 181 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે મહિલાઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘરબેઠા માત્ર એક ફોન કોલથી સમસ્યાનું સમાધાન મળશે.

મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ આ નવી પહેલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઈ-કેવાયસી દરમિયાન થયેલી ટેકનિકલ ભૂલો અથવા ખોટા વિકલ્પોની પસંદગીને કારણે ઘણી પાત્ર મહિલાઓના હપ્તા અસ્થાયી રૂપે અટકી ગયા હતા. વિભાગને મળેલી આવી અનેક ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. 

સરકાર દ્વારા મહિલાઓની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શરૂ કરવામાં આવેલી 181 હેલ્પ લાઈન નંબર પર તહેનાત કોલ ઓપરેટરોને ખાસ તાલીમ આપવામાં આવી છે જેથી તેઓ મહિલાઓના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી શકે.

આ હેલ્પલાઇન નંબર દ્વારા મહિલાઓ નીચે મુજબની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશે-

⦁ ઈ-કેવાયસી સંબંધિત મુશ્કેલીઓ: કેવાયસી પ્રક્રિયામાં આવતી અડચણો અથવા ભૂલો સુધારવા માટે માર્ગદર્શન.

⦁ હપ્તા ન મળવા અંગેની ફરિયાદ: જો નિયમિત હપ્તા બંધ થઈ ગયા હોય અથવા હજુ સુધી એકપણ હપ્તો ન મળ્યો હોય તો તેની તપાસ.

⦁ અરજીની સ્થિતિ (Application Status): મહિલાઓ પોતાની અરજી મંજૂર થઈ છે કે કેમ તેની વર્તમાન સ્થિતિ જાણી શકશે.

⦁ દસ્તાવેજ અને બેંક ખાતાની ભૂલો: આધાર લિંકિંગ અથવા બેંક ખાતામાં નામની ભૂલોને કારણે અટકતા પેમેન્ટ અંગેની મદદ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનું આ પગલું મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં એક મહત્વનું સાબિત થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.