હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું ૨૨ સ્ટોલમાં સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે

Posted 1 year ago with 54 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સખી મંડળોની વિવિધ ઉત્પાદનો વિશેની માહિતી મેળવવા બે ટચ સ્ક્રીન કિઓસ્ક મુકાયા

અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું  ૨૨ સ્ટોલમાં સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે
1/1

અમદાવાદ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવાયું

૨૨ સ્ટોલમાં સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે

બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા

સખી મંડળોની વિવિધ ઉત્પાદનો વિશેની માહિતી મેળવવા બે ટચ સ્ક્રીન કિઓસ્ક મુકાયા

ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે. 

આ પેવેલીયનમાં તા. ૩ થી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાશે. આ સ્ટોલમાં રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. આ પેવેલિયન રાજ્યભરના સ્વયં સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી અનોખી કળા અને હસ્તકલા દર્શાવશે. આ મંચ દ્વારા ગ્રામીણ મહિલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળશે તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવાયું હતું. 

હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરાશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ મુકાઈ છે. બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકશે. સરસ મેળાની ઓળખ "I Love Saras" ફોટોબૂથ પણ બનાવાયું છે. 

પેવેલીયનમાં બે ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી મેળવી શકશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓનો ડિજિટલ કેટલોગનું લોકાર્પણ પણ કરાશે.

વાયબ્રન્ટ નવરાત્રીમાં દરરોજ ૩૦ થી ૪૦ હજાર લોકો મુલાકાત કરે છે જેથી આ મહિલાઓને સારું માર્કેટ મળશે જે ભારતની વૈવિધ્યસભર કારીગર હિરિટેજને જાળવી રાખવામાં મદદરૂપ બનશે. આ સરસ મેળાનું થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલા વારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.