હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નવરચનાની ત્રણેય સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે
1/1

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સ્કૂલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા તાત્કાલીક પોલીસને જાણ કરતા વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે.

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સપાલને મોકલવામાં આવ્યો હતો. જેની જાણકારી પોલીસને કરાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે. 

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે

તાજેતરની માહિતી અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. 

બોમ્બની ધમકીની સૂચના મળતાં બોમ્બ સ્કવૉડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે. 

આ સમગ્ર બાબતની જાણ વડોદરા પોલીસને થતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્કૂલ ખાતે પહોંચ્યો હતો. તેમજ બોમ્બ સ્કવોર્ડની ટીમ તેમજ ડોગ સ્કોર્ડની ટીમ સાથે પોલીસ દ્વારા સમગ્ર સ્કૂલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ સ્કૂલમાં ઉભી રહેલ બસોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરચનાની ત્રણેય સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન