હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

કચ્છનો આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી .બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ

Posted 2 years ago with 115 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ મહિલા નાનકડી રડતી કરગરતી છોકરીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરી રહી હોય તેવું વીડિઓમાં જોવા મળી રહ્યું છે

કચ્છનો આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી .બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ
1/1

કચ્છનો આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી 


કચ્છમાં એક મહિલા દ્વારા નાનકડી માસુમ બાળાને ક્રુરતાપુવર્ક મારીને ગળું દબાવી દેવાનો એક ખુબ જ આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ મહિલા નાનકડી રડતી કરગરતી છોકરીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરી રહી હોય તેવું વીડિઓમાં જોવા મળી રહ્યું છે

આ વિડિઓ મહિલાના ઘરમાં જ રહેલી કોઈ પથારીવશ વ્યક્તિએ ઉતાર્યો હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને પગલે લોકો મહિલા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ દ્વારા તો વિડિઓને ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા DGPને ટેગ કરીને આ ક્રૂર મહિલા સામે એક્શન લેવાની માગ કરી છે.  

શનિવાર સાંજથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા ઘરમાં મારી રહી હોવાનું દેખાય રહ્યું છે. મહિલા કચ્છી બોલીમાં બાળકીને મારતી જાય છે અને ગળું દબાવી રહી હોય તેવું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ભુજ પાસે આવેલા માધાપર વિસ્તારનો આ વિડીયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. બાળકીને ક્રૂરતાપૂર્વક મારી રહેલી મહિલાનું નામ પ્રિયા હોવાનું  સૂત્રો દાવો કરી રહ્યા છે. બાળકીને મહિલાના મારથી બચાવમાં સક્ષમ ન હોય તેવી કોઈ તેમની જ ઘરની પથારીવશ વ્યક્તિએ ઉતાર્યો હોય તેવું પ્રથમ નજરે લાગી રહ્યું છે.  

કોઈપણ કાઠા હૃદયના વ્યક્તિને પણ હચમચાવી મૂકે તેવા આ વીડિયોને સીએમ ઉપરાંત DGPને પણ X મીડિયા ઉપર કેટલાક યુઝર્સ દ્વારા ટેગ કરવામાં આવેલો છે. વિડીયો અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે 

Update News

ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો વાઇરલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા નોંધાવવામાં આવી ફરિયાદ

આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ નોંધાઈ પોલીસ ફરિયાદ સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા શરૂ કરાઈ હતી તપાસ

તપાસના અંતે વિડીયો બે વર્ષ પૂર્વેનો હોવાનું સામે આવ્યું બાળકીથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી

ગુસ્સે થયેલી માતાએ ગળુ દબાવી હાથ તેમજ તાવીથાથી માર માર્યો હતો .સમગ્ર મામલે માધાપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.