હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા

Posted 2 years ago with 78 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સીઆઈએસએફની મહિલા કર્મચારી બોલી રહી છે કે, ‘કંગનાએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસે છે, ત્યાં મારી મા હતી’

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા
1/3
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા
2/3
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા
3/3

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ (BJP) સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો થપ્પડ મારનાર CISFની આરોપી મહિલા કર્મચારી કુલવિંદર કૌરનો છે. વીડિયોમાં તેનો ગુસ્સો જોઈ અને વાત સાંભળી લાગી રહ્યું છે કે, તે ખેડૂત આંદોલન અંગે કંગનાએ આપેલા નિવેદનથી નારાજ હતી.

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સીઆઈએસએફની મહિલા કર્મચારી બોલી રહી છે કે, ‘કંગનાએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસે છે, ત્યાં મારી મા હતી’

ઉલ્લેખનીય છે કે, સાંસદ કંગના રણૌતની ફરિયાદ મુજબ, તેઓ દિલ્હી જવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સિક્યોરિટી ચેક ઈન બાદ બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે (CISF યુનિટ, ચંડીગઢ એરપોર્ટ) તેમનો થપ્પડ મારી, ત્યારબાદ કંગના રણૌત સાથે પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ મયંક મધુરે કુલવિન્દરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. '

હાલ આરોપી સીઆઈએસએફની મહિલા કર્મચારીને કસ્ટડીમાં લેવાઈ છે. આ ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે. કંગનાની ફરિયાદ બાદ તેની વિરુદ્ધ FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

કંગના રણૌતે ઘટના અંગે તમામ માહિતી આપી છે. તેણે કહ્યું કે, ‘હું સુરક્ષીત છું. આજે હું ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવતી હતી, ત્યારે મારી સાથે ઘટના બની. હું સિક્યોરિટી ચેકિંગ કરાવ્યા બાદ આગળ નિકળી, ત્યારે બીજી કેબિનમાં એક CISF મહિલા કર્મચારી બેઠી હતી. તે મારા આગળ આવવાની અને ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે મારી બાજુમાં આવી અને મારા પર હિટ કર્યું, અપશબ્દો પણ બોલ્યા હતા. મેં જ્યારે તેણે પૂછ્યું કે, તમે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.

કંગનાને થપ્પડ મારવાની ઘટના બનવા પાછળનું એક કારણ ખેડૂત આંદોલન છે. વાસ્તવમાં જે CISF મહિલા કર્મચારીએ કંગનાને થપ્પડ મારી છે, તે ગુસ્સો આજથી ચાર વર્ષ પહેલાનો, એટલે કે 2020નો છે. તે વખતે કંગનાએ ખેડૂત આંદોલનની પોસ્ટર લેડી તરીકે પ્રખ્યાત થયેલી એક વૃદ્ધ મહિલા અંગે વાંધાજનક ટ્વિટ કરી હતી. આ વૃદ્ધ મહિલાનું નામ મોહિંદર કૌર હતું. વળી ગયેલી કમર હોવા છતાં તેઓ ખેડૂત આંદોલનનો ઝંડો લહેરાવતા-લહેરાવતા ચાલતા રહ્યા હતી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા અને ખૂબ વાયરલ પણ થયા હતા.

તે વખતે અભિનેત્રી કંગના રણૌતે મોહિંદર કૌરની તસવીરને ટ્વિટ કરી હતી અને તેમની તુલના CAA આંદોલનમાં સામેલ શાહીન બાગની 82 વર્ષની વૃદ્ધ મહિલા બિલકિસ બાનો સાથે કરી કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘હા... હા... આ એજ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીનની 100 પ્રભાવશાલી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા... અને આ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.’ જોકે કંગના રણૌતે આ ટ્વિટ પછી ડિલિટ કરી નાખ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન