હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

આજથી હાઇવે પર મોંઘી પડશે મુસાફરી લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ NHAI એ દેશભરમાં આજથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો

Posted 2 years ago with 75 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી 1100 ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે

આજથી હાઇવે પર મોંઘી પડશે મુસાફરી  લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ NHAI એ દેશભરમાં આજથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો
1/2
આજથી હાઇવે પર મોંઘી પડશે મુસાફરી  લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ NHAI એ દેશભરમાં આજથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો
2/2

આજથી હાઇવે પર મોંઘી પડશે મુસાફરી 
લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ NHAI એ દેશભરમાં આજથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો

લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી 1100 ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે 12 વાગ્યા પછીથી લાગુ થઈ ગયા છે . દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેથી વપરાશકાર ટોલ દરમાં સુધારો કરાયા છે, જેનો અમલ ચૂંટણીના કારણે અટકાવી દેવાયો હતો. હવે 3 જૂનથી તેનો અમલ થઈ જશે. 

ટોલ ટેક્સમાં વધારાથી આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ અને અશોક બિલ્ડકોન લિમિટેડ જેવા ઓપરેટર્સને લાભ થશે. જોકે, વિપક્ષ અને વાહનચાલકોએ ટોલ ટેક્સમાં થયેલા વધારાની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, કે ટોલ ટેક્સમાં વધારાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે, જેના કારણે છેવટે સામાન્ય માણસો બોજ વધશે.

જોકે, ટોલ ટેક્સમાં વધારાની અસર કાર અને વાન સિવાયના અન્ય વાહનો પર થશે. નવા દર 31 એપ્રિલ 2025 સુધી લાગુ રહેશે. એનએચએઆઈના ડેપ્યુટી મેનેજર રોહિત કુમારે જણાવ્યું કે, કાર, જીપ, વાન સહિત અન્ય લાઈટ મોટર વાહનને રાહત આપતા સિંગલ પ્રવાસ માટે રૂ. 150 અને આવવા-જવા માટે રૂ. 230 નિશ્ચિત કરાયા છે. આ દર વર્ષ 2023થી જળવાયેલા છે.

જોકે, અન્ય વાહનોના દરમાં વધારો કરાયો છે, જે મુજબ વ્યાવસાયિક નાના વાહન અને મિની બસના દર પાંચથી દસ રૂપિયા વધારવામાં આવ્યા હતા. એ જ રીતે બસ અને ટ્રક પર રૂ. 15નો વધારો કરાયો છે. એચસીએમ અને ઈએસઈ વાહનો પર પણ સિંગલ પ્રવાસ માટેનો દર રૂ. 15 વધારાયો છે જ્યારે ઓવરસાઈઝ્ડ વાહનો પરનો દર રૂ. 25 વધારાયો છે.
ભારતે પાછલા દાયકામાં નેશનલ એક્સપ્રેસ વેના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ 146000 કિ.મી. છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટંવ રોડ નેટવર્ક છે. ટોલ કલેક્શન વર્ષ 2018-19માં રૂ. 252 અબજથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 540 અબજ કરતાં વધુ થયું હતું. દેશમાં રોડ ટ્રાફિક તેમજ ટોલ પ્લાઝાની સંખ્યા વધવાના કારણે ટોલ કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.