હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, રમત-ગમત

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ઝડપથી વાયરલ રાશિદે બેટિંગ કરતી વખતે પોતાની ટીમના ખેલાડી પર રોષ ઠાલવ્યો. કેપ્ટન રાશિદ ખાનની પણ મહત્ત્વની ભૂમિકા

Posted 1 year ago with 50 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાશિદ ખાને 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાશિદે પોતાની ઇનિંગમાં 3 શાનદાર સિક્સર ફટકારી હતી.

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ઝડપથી વાયરલ રાશિદે બેટિંગ કરતી વખતે પોતાની ટીમના ખેલાડી પર રોષ ઠાલવ્યો.  કેપ્ટન રાશિદ ખાનની પણ મહત્ત્વની ભૂમિકા
1/1

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ઝડપથી વાયરલ રાશિદે બેટિંગ કરતી વખતે પોતાની ટીમના ખેલાડી પર રોષ ઠાલવ્યો

વર્લ્ડ કપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8ની અતિમહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સમિફાઈનલમાં એન્ટ્રી લીધી છે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાશિદ બેટિંગ કરતી વખતે પોતાની ટીમના ખેલાડી પર રોષ ઠાલવ્યો હતો.T20 World Cup 2024 AFG vs BAN

અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ક્રિઝ પર કેપ્ટન રાશિદ ખાન હતો. તે દરમિયાન રાશિદે તેના પાર્ટનર કરીમ જનતને બે રન લેવા અપીલ કરતાં દોડ્યો હતો. તે અડધી પીચ પર આવી ચૂક્યો હતો, પરંતુ કરીમે બીજો રન લેવાનો ઈનકાર કર્યો હતો. જેથી રાશિદ ખૂબ ગુસ્સે થયો હતો. અને તેણે કરીમની સામે રોષ ઠાલવી બેટ ફેંક્યુ હતું. જેને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.કેપ્ટન રાશિદ ખાને 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાશિદે પોતાની ઇનિંગમાં 3 શાનદાર સિક્સર ફટકારી હતી.

અફઘાનિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પહોંચ્યું સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર ફેરવ્યું પાણી

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર-8ની મેચમાં બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક છે. હવે અફઘાનિસ્તાનની ટીમ 27 જૂને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમના અનેક ખેલાડીઓનો દેખાવ ઘણો સારો રહ્યો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર ફજલહક ફારુકીએ આ આખી ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી છે. ફારુકીએ 16 વિકેટ લઈને અફઘાનિસ્તાન ટીમને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 

કેપ્ટન રાશિદ ખાનની પણ મહત્ત્વની ભૂમિકા

આ ઉપરાંત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રાશિદ ખાને ટીમને એક કરવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે બોલિંગ કરીને 10 વિકેટ લીધી છે, તો ટીમના અન્ય ખેલાડીઓનો વિશ્વાસ પણ જીતી શક્યો છે. 

આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનનો ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે ધૂંઆધારે બેટિંગ કરી શક્યો છે. અનેક મેચમાં તેણે તોફાની બેટિંગ કરીને વિરોધી ટીમની વ્યૂહનીતિ ઉલટ-સુલટ કરી દીધી હતી. રહમાનુલ્લાહ ગુરબાઝે સાત મેચમાં કુલ 281 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન કરનારો પણ ખેલાડી બની ગયો છે. 

ગુરબાઝ સાથે ઓપનિંગ કરનારા ઈબ્રાહિમ જાદરાને પણ વિરોધી ટીમની વ્યૂહનીતિઓને ચકનાચૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેણે સાત મેચમાં 227 રન ફટકાર્યા છે. આ બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાનની ટીમને ટોચે પહોંચાડવા ઘણી મહેનત કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.