હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા યુવકે યુવતીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી.

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: છોકરી એક કંપનીમાં કામે જતી હતી, ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા યુવકે યુવતીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી.
1/1

સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા યુવકે યુવતીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી.

આ અંગે મૃતક યુવતીના પરિવારજનોમાથી કૈલાશબેને જણાવ્યું હતું કે, અમે વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહીએ છીએ. મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી, ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. એના પર જ આખુ ઘર ચાલતું હતું. એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અમારે ન્યાય જોઈએ બસ. જ્યાં સુધી હત્યારો આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી એની લાશ અમે અહીંથી ઉપાડીશું નહીં.એને અમારી સામે હાજર કરો. અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે. છોકરી એનાથી ખુબ ડરતી હતી.

આ અંગે મૃતક યુવતીના કૌટુંબિક ભાઈ કિશોર દીપકભાઈ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, જે દીકરી મોતને ભેટી છે, એ મારા સગા કાકાની દીકરી છે. જાહેર રસ્તા પર એની ઉપર છરીના આઠથી દશ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. 

આરોપી જ્યાં સુધી પકડાય નહીં, ત્યાં સુધી અમારે અહીંથી ડેડબોડી લઇ જવાની નથી. આરોપીનું નામ અમન છે જે ઉંટડી ગામનો છે, એની સાથે જે લુખ્ખા તત્વો ફરે છે, એ પણ પકડાવા જોઈએ અને જગ જાહેર એમનો વરઘોડો નીકળવો જોઈએ. આ બેન દૂધની ડેરી પાસેના પ્લાન્ટમાં નોકરી કરતી હતી. સવારે જયારે કામે જતી હતી, ત્યારે જાહેર રસ્તા પર એના પર છરીના ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીંકી ખૂન કરી નાખવામાં આવ્યું છે.

વઢવાણ ગણપતિ ફાટસર ધોળા દીવસે જાહેરમા પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા થયુ હોવાનુ અનુમાન

આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળેટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.