હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

ધ આર્ટ ગેલેરી' અમદાવાદની ગુફા ખાતે 'સાંઈ આર્ટ ફાઉન્ડેશન' દ્વારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોનો સુંદર શો યોજવામાં આવ્યો

Posted 1 hour ago with 37 views

Story by Vinay Pandya | 5 mins read

સમાચાર સારાંશ: કલાકાર પોતાની અવ્યક્ત લાગણીઓ તથા આંતરિક ભાવોને કલાના વિવિધ માધ્યમો દ્વારા પોતાના કલા સર્જનમાં વ્યક્ત કરે છે. તેમજ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. કલાકારના હૃદયમાંથી નીકળતી સર્જકીય સંવેદનાઓ જ્યારે કલાકૃતિમાં ઉપસી આવે છે, ત્યારે કલા રસિકોના મનને જીતી લે છે.

ધ આર્ટ ગેલેરી' અમદાવાદની ગુફા ખાતે 'સાંઈ આર્ટ ફાઉન્ડેશન' દ્વારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોનો સુંદર શો યોજવામાં આવ્યો
1/2
ધ આર્ટ ગેલેરી' અમદાવાદની ગુફા ખાતે 'સાંઈ આર્ટ ફાઉન્ડેશન' દ્વારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોનો સુંદર શો યોજવામાં આવ્યો
2/2



ધ આર્ટ ગેલેરી' અમદાવાદની ગુફા ખાતે 'સાંઈ આર્ટ ફાઉન્ડેશન' દ્વારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોનો સુંદર શો યોજવામાં આવ્યો

અવ્યક્ત લાગણીઓ તથા આંતરિક ભાવો રજૂ કરતી વિશેષ કલા

ધ આર્ટ ગેલેરી' અમદાવાદની ગુફા ખાતે 'સાંઈ આર્ટ ફાઉન્ડેશન' દ્વારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોનો સુંદર શો યોજવામાં આવ્યો. જેમાં ૧૦ અમેરિકાના કલાકારોએ ભાગ લીધો છે. જ્યારે અમદાવાદના સી.એન. ફાઇન આર્ટ્સના ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એક વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટી બરોડાથી તથા અન્ય કલાકાર સાથે કુલ ૨૫ ચિત્રકારોની સુંદર કૃતિઓ આ પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.

કલાકાર પોતાની અવ્યક્ત લાગણીઓ તથા આંતરિક ભાવોને કલાના વિવિધ માધ્યમો દ્વારા પોતાના કલા સર્જનમાં વ્યક્ત કરે છે. તેમજ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. કલાકારના હૃદયમાંથી નીકળતી સર્જકીય સંવેદનાઓ જ્યારે કલાકૃતિમાં ઉપસી આવે છે, ત્યારે કલા રસિકોના મનને જીતી લે છે.

પ્રદર્શનમાં દર્શાવેલ વિવિધ કલામાં શ્રી ગણેશજીની પ્રસન્ન મુદ્રા, શિવ-પાર્વતીનું પ્રસન્ન અર્ધનારેશ્વર સ્વરૂપ, ગ્રામ્ય જીવનની સુંદરતા , સ્થાપત્ય કલા માં ગૌતમ બુદ્ધા , આધ્યાત્મિકતાના દર્શન કરાવતું ચિત્ર , પૂજા માટેના ફૂલો વેચતા માળી બહેનો ,શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ, રવીન્દ્રનાથ ટાગોરના સુંદર પોટ્રેટ,ગ્રામ્ય મહિલા જીવન, રંગીન ફૂલોની ડાળી પર બેઠેલા પક્ષીઓ, અનિવન જીવન બેલેન્સ કરતા માનવ જીવન, રામ-સીતા નું પ્રથમ મિલન મિનિએચર કલા, વિવિધ શિલ્પો, ગૌતમ બુદ્ધ, ક્રિએટિવ આર્ટ, મનની પોઝેટીવ કલ્પના શક્તિ, માળા માં બચ્ચાં ને ખવડાવતી માતા નું વાત્સલ્ય દર્શાવતુ ચિત્ર, જન્મથી શરૂ થતું જીવન ચક્ર, મન તથા હૃદયની વ્યથા દર્શાવતા ચિત્રો , મિસ્ત્રી કામ દ્વારા જીવનમાં શ્રમ નું મહત્વ દર્શાવતી કલાકૃતિ, રજા રાણી ની ગજરાજ પર સવારી, તથા અઘોરી બાબાનું સુંદર પોટ્રેટ પણ રજુ કરાયુ હતુ. ખુબજ સુંદરતા પૂર્વક સર્જન પામેલ વિવિધ પ્રકારની કલા આ પ્રદર્શનમાં જોવા મળી.

આ પ્રદર્શન માં કલાસર્જન પ્રદર્શિત કરનાર કલાકારોમાં અમેરિકથી ડૉ.સોનલ અડવાણી, સીતા આત્મકુરી, નિશા રામામૂર્થી , સિમરન થડાની, પ્રિયંકા ગાવંડે, ચિન્મયી શુક્લ, સ્નેહલ હપાણી, નયની શાહ, જયારે ગુજરાતનાં કલા સર્જાકોમાં આયુષી ધોરીયા, અર્ચના મેવાડા, સાહિલ મેવાડા, દેવાંશીબા વાઘેલા, ધર્મિષ્ઠા દેસાઈ, શ્રુતિ શર્મા, યેશા જગાણી, સાકરીયા રોહીન, અનામિકા હરસોરા, વ્રુતિ મહેતા, શિવાંગી મેહરા , રોજાખાન બલોચ, પ્રણતિ શાહ, સૈયમી શાહ, મિલન પંચાલ, હેતલ પટેલ, પ્રજાપતિ ઉદય આનંદભાઈ, નેહલ પટેલ આ સર્વે કલાકારોએ ખાશ ભારતીય સંસ્કૃતિ, ધર્મ તથા કલાને પ્રોત્સાહિત કરવા પોતાની કલા રાજુ કરી હતી. આ પ્રદર્શન નો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ મુજબ ગુરુ પૂર્ણિમાના ધાર્મિક મહત્વને સાકાર કરવાનો છૅ. ગુરૂનું સ્થાન ભગવાન કરતા ઉપર રહયું છૅ. સાંઈ આર્ટ ફાઉન્ડેશન આવી પરંપરાઓ જળવાઈ રહે તેમજ ભારતીય કાલા તથા સંસ્કૃતિ નવી ઉંચાઈઓ સર કરે તેવાજ હેતુ સર આકાર્યરત છૅ અને રહેશે. ગુરુ પૂર્ણિમા દિવસે આ પ્રદર્શન ના ઉદ્ધઘાટન પ્રસંગે મીનુ શુક્લ એ ગુરુ કમલેશ ગજ્જર નું ફૂલો તથા સાલ દ્વારા સન્માન કર્યું. જયારે ફાઈન આર્ટસના પ્રિન્સિપાલ માનીશ મોદી તથા પુરબીયા સાહેબનું તેમજ તૃપ્તીબેન દવે, મીનુબેન સુકલ, વિનય પંડયાનું ગુરુ પરંપરા ગત સન્માન કરવામાં આવ્યું.

આ પ્રદર્શનના આયોજક સાંઈ આર્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી મીનુબેને નવોદિત કલા વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ અતિથી વિશેષમાં નામી ચિત્રકાર તૃપ્તીબેન દવે એ કલા ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું , મનીષ મોદી, કમલેશ ગજ્જર, મીનુ શુક્લ તથા વિનય પંડ્યા સર્વે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

લેખક : વિનય પંડ્યા,અમદાવાદ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

દુનિયા, ભારત, રમત-ગમત

જાણો ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા બૉક્સર જૈસમિનની સફળતાનું સીક્રેટ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

દુનિયા, ભારત, રમત-ગમત

જાણો ભારતની મહિલા મુક્કાબાજ જૈસમિન લમ્બોરિયા બૉક્સર જૈસમિનની સફળતાનું સીક્રેટ

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

PM મોદીએ મને માફ કરી; પ્રધાનમંત્રીને અપશબ્દ કહેનારી છોકરીનો નવો વીડિયો આવ્યો સામે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાત રાજ્યમાં અત્યારે સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 16 ટકા વધારે વરસાદ,257 તાલુકાઓમાં મેઘમહેર મોરબીમાં સૌથી વધુ વરસાદ