હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું અદભુત પ્રદર્શન ..બોન્સાઈ આર્ટ જોવા લોકોની ભીડ ઉમટી.

Posted 6 months ago with 354 views

Story by Vinay Pandya | 5 mins read

સમાચાર સારાંશ: પ્રકૃતિમાં રહેલા અલૌકિક વૃક્ષો, જે જીવનને પ્રેરણા અને નવજીવન આપનાર છે, તેને બોન્સાઈ કલા દ્વારા વામન સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું અદભુત પ્રદર્શન ..બોન્સાઈ આર્ટ જોવા લોકોની ભીડ ઉમટી.
1/1

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું અદભુત પ્રદર્શન ..બોન્સાઈ આર્ટ ( BonsaiArt ) જોવા લોકોની ભીડ ઉમટી 

વિરાટ વૃક્ષોનું વામન સ્વરૂપ: બોન્સાઈ કલાનું આકર્ષણ અને મહત્ત્વ

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું અદભુત પ્રદર્શન ..બોન્સાઈ આર્ટ જોવા લોકોની ભીડ ઉમટી.

પ્રકૃતિમાં રહેલા અલૌકિક વૃક્ષો, જે જીવનને પ્રેરણા અને નવજીવન આપનાર છે, તેને બોન્સાઈ કલા દ્વારા વામન સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા 

પ્રકૃતિમાં રહેલા અલૌકિક વૃક્ષો જે જીવનને પ્રેરણા તેમજ નવજીવન આપનાર છે તેવા વૃક્ષોને બોનસાઈ કલા દ્વારા વામન સ્વરૂપે વિરાટ વૃક્ષના આકારમાં જ તૈયાર કરવામાં આવે છે જે ખૂબ જ પ્રિય બન્યા છે. જોતા જ ગમી જાય તેવા વૃક્ષોમાં વડ, પીપળો, પ્રેમના જેવા બોનસાઈ સ્વરૂપે અત્યંત આકર્ષક તેમજ આર્ટિસ્ટિક લાગે છે. હાલમાં તેની ક્લબો પણ કાર્યરત છે. બોનસાઇ કલા શીખવા માટે ખૂબ જ ધીરજની જરૂર હોય છે.

વર્ષો પહેલાં ચિનમાં વર્ષાઋતુ દરમિયાન વારે વારે પૂર આવવાને કારણે જમીનના વૃક્ષોનો નાશ થતો હતો. તેને બચાવવા જમીનની જગ્યાએ મોટા કુંડામાં ઉગાડવા લાગ્યા તેમજ ઘરના પ્રાંગણમાં રાખવા લાગ્યા અમુક પ્રકારના પ્લાન્ટ ઘરમાં પણ રાખતા. આને કારણે મહાકાય વૃક્ષો એ જ આકારમાં પણ ચોક્કસ ઊંચાઈ ધરાવતા વૃક્ષો તૈયાર થવા લાગ્યા. એ જ પ્રમાણે જાપાનમાં પણ અર્થવેગનું પ્રમાણ વધુ હોવાને કારણે ત્યાં પણ વૃક્ષોને બચાવવા આ જ પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો. જેના કારણે વિરાટ વૃક્ષો વામન સાઇઝમાં તૈયાર થવા લાગ્યા જે ખૂબ જ આકર્ષક લાગવાને કારણે પ્રકૃતિના ચાહક લોકો આ પ્રકારના વૃક્ષો ઘરે રાખવા લાગ્યા. બોનસાઇ નામ જાપાનીઝ લોકોએ આપ્યું. બોન એટલે નાનું. નાની સાઈઝમાં તૈયાર થતા વૃક્ષો બોનસાઈ વૃક્ષો કહેવાયા. આ વૃક્ષો લોક ચાહના મેળવતા ગયા અને ઘરના મેમ્બરનું સ્થાન મેળવતા ગયા. જો કે તેની સાર સંભાળ નાના બાળકને ઉછેરવા બરાબર છે. ખૂબ જ ધીરજની સાથે સાથે બાળકની જેમ તેને પ્રેમ લાગણીના સંબંધથી જીવન સાથે જોડવા ખૂબ જ જરૂરી છે.

આ પ્લાન્ટોને સૂર્યપ્રકાશ તથા પાણીની ખૂબ જ સંભાળ રાખવાની હોય તેને ઘરની બહાર જ્યાં સૂર્ય પ્રકાશ પ્રમાણસર મળી રહે તથા પાણી આપવાની વિશેષતા જ મહત્વની હોય છે ક્લબમાં શીખવવાની શરૂઆત પાણી આપવાની પદ્ધતિથી જ કરવામાં આવે છે. સ્પ્રેથી તેને રોજ સ્નાન પણ કરાવવું જરૂરી છે જેટલો સારો ખોરાક તેટલું જ સારું લસ્ટર એટલે કે દેખાવ મહત્વનો છે. સમય અંતરે તેને ક્યાંથી આપવો, આકાર આપવો તથા તેના મૂળને પણ કાપવાના હોય છે. વધુ સૂર્યપ્રકાશથી બળી પણ જાય છે અને વધુ અથવા ઓછા પાણીથી કોવાઈ જાય છે.

કોરોના સમયે ઘર બહાર ન જવાને કારણે સતત બોનસાઇના સાંનિધ્યમાં રહેતા એ અહેસાસ થયો કે તેની અસર આપણી ઉપર ખૂબ જ ઊંડી હોય છે. તેને પ્રેમ કરવાથી તેની સાથે સમય આપવાથી ડિપ્રેશનમાં આવેલ વ્યક્તિ ડિપ્રેશન મુક્ત બની, રોગમુક્ત બની તથા આનંદની પ્રાપ્તિ થઈ. જેથી ખ્યાલ આવ્યો કે ઘરના વડીલની ઉણપ પૂરી કરનાર આ વૃક્ષોનું જીવનમાં મહત્વ શું છે.

બોનસાઇ કલા એ સાચા અર્થે કલા સાથે જોડાય છે તે સ્વયમ એક કલા છે માટે જ પ્રેમ લાગણીથી સમૃદ્ધ છે.

અમદાવાદની ગુફા ખાતે તારીખ ૧૪,૧૫,૧૬ નવેમ્બર ૨૦૨૫ માં વડોદરાની બનિયાન બોનસાઇ ક્લબ દ્વારા યોજાયું છે. જેના પ્રેસિડન્ટ ચંદા અગ્રવાલ તથા તેમની   

ક્લબના અન્ય સાથી મિત્રોએ આયોજન કરેલ છે. આ ક્લબનું ૨૦મુ બોંસાઈ પ્રદર્શન છે. તેઓએ બે ઈન્ટરનેશનલ કન્વેન્શન પણ કરી ચૂક્યા છે. આ પ્રદર્શનમાં દેશ વિદેશ ના બોંસાઈ જોવા મળ્યા . જે ૨૦ વર્ષ થી વધારે ઉમર ધરાવે છે. આ ક્લબ ના દિનેશ પાટીદાર બોંસાઈ માં માહિર છે. જેઓ ૧૬ નવેમ્બરે સવારે ફ્રી વર્કશોપ યોજાયો હતો.

  રિપોર્ટ - વિનય પંડ્યા અમદાવાદ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.