હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભવ્ય જીત, કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

Posted 11 months ago with 17 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત થઈ છે.

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભવ્ય જીત, કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત
1/1

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભવ્ય જીત, કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભવ્ય જીત મેળવી છે

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભવ્ય જીત, કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીત થઈ છે. સાત રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટી લીડમાં ચાલતી હતીં પરંતુ આઠમાં રાઉન્ડ બાદ આમ આદમી પાર્ટીએ રફ્તાર પકડી લીધી હતી. ગોપાલ ઇટાલીયા વિસાવદર બેઠક પર ભારે બહુમતીથી જીત મેળવી છે. આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટીએ સારી એવી મહેનત પણ કરી હતી

કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો શરૂઆતથી એટલે કે પહેલા રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટી લીડમાં ચાલતી હતી. આમ આદમી પાર્ટીની ઉમેદવારે તો 10 રાઉન્ડ બાદ હાર પણ સ્વીકારી લીધી હતી. કડીમાં ભાજપને રેકોર્ડ બ્રેક લીડ સાથે રાજેન્દ્ર ચાવડાએ જીત મેળવી છે. કડીમાં ભાજપ રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કડીમાં ભગવો લહેરાવ્યો છે. જેથી કડીમાં ભાજપ અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ભાજપને કુલ 98,836 મત મળ્યા છે. જ્યારે સામે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત NOTA ને મળ્યા હતાં. જેથી કડીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બન્ને બેઠકો પર કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ જોવા મળી છે. 

મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વિસાવદરમાં સવારે 10 વાગ્યાથી ગોપાલ ઈટાલીયા આગળ હતા જ્યારે 10 વાગ્યા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ ચાલી રહ્યાં છે. વિસાવદરમાં 14 રાઉન્ડની મતગણતરીમાં ભાજપને 37,417 મત, કોંગ્રેસને 4017 મત અને આમ આદમી પાર્ટીને 47,095 મત મળ્યાં હતાં. અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વિસાવદર બેઠક પર ભવ્ય જીત થઈ છે. 

કોંગ્રેસ વિસાવદર બેઠક પર 10 હજાર મત પણ મેળવી શકી નથી. કોંગ્રેસ માટે આનાથી મોટી હાર બીજી કઈ હોઈ શકે. કોંગ્રેસ પાર્ટી પરથી અત્યારે લોકોને વિશ્વાસ સાવ ઓછો થઈ ગયો છે. કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ભાજપને હરાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 18 રાઉન્ડમાં કોંગ્રેસને 48,435 મત મળ્યા હતા. જ્યારે વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ લોકોનો વિશ્વાસ જીતી શક્યા નથી. નીતિન રાણપરીયાને તો લોકોએ 10 હજાર મત પણ નથી આપ્યાં. જેથી વિસાવદરમાં કોંગ્રેસની આ ખૂબ જ શરમજનક હાર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.