હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ શાળાના મકાનની કફોડી હાલત

Posted 2 years ago with 59 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતના અમુક એરિયામાં શાળાઓની દિવાલ પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ શાળાના મકાનની કફોડી હાલત
1/1

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ 

'આપ' નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ કરી.

ભાવનગર શહેરની શાળાઓમાં મૂળભૂત જરૂરિયાતવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી: રાજુભાઈ સોલંકી

ગુજરાતની સરકારી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી અને પીવાના પાણીની અને ટોયલેટની સુવિધાઓ પણ ઓછી છે અથવા ઉપલબ્ધ જ નથી: રાજુભાઈ સોલંકી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગર શહેરની જર્જરીત સ્કૂલોની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી. આ મુલાકાતમાં શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, અશ્વિન સિહોરા, હંસાબા ડોડીયા, જયદીપ ખસીયા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જોવા મળ્યું કે ભાવનગર શહેરની શાળાઓમાં મૂળભૂત જરૂરિયાતવાળી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. હાલ ચોમાસુ શરૂ થયું છે અને વરસાદના કારણે શાળામાં બાળકોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાજપ સરકાર વર્ષોથી પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી રહી છે અને બેટી પઢાઓના નારાઓ આપી રહી છે, પરંતુ આજે ગુજરાતની વાસ્તવિકતા એવી છે કે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે. મોટાભાગની શાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી પીવાના પાણીની અને ટોયલેટની સુવિધાઓ પણ ઓછી છે અથવા ઉપલબ્ધ જ નથી.

 જો આવી પરિસ્થિતિ હશે તો બાળકો કઈ રીતે શાળાએ ભણવા માટે આવશે. ઘણી બધી શાળાઓ જર્જરી હાલતમાં છે અને ગુજરાતના અમુક એરિયામાં શાળાઓની દિવાલ પણ પડી જાય તેવી પરિસ્થિતિ છે. 

તો જો આ ચોમાસામાં આવી કોઈ પણ ઘટના ઘટે છે તો તેનો જવાબદાર કોણ? સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે પૂરતા પ્રમાણમાં ઓરડાઓ બનાવવામાં આવે અને પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.