હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું જેલમુક્તિ માટે પ્રાર્થના કરી

Posted 1 year ago with 49 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિ માટે પ્રાર્થના કરી: ઇસુદાન ગઢવી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું જેલમુક્તિ માટે પ્રાર્થના કરી
1/3
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું જેલમુક્તિ માટે પ્રાર્થના કરી
2/3
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું જેલમુક્તિ માટે પ્રાર્થના કરી
3/3

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું.

આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન થયું

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિના ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ પદયાત્રાનું આયોજન કર્યું જેલમુક્તિ માટે પ્રાર્થના કરી

જેલમાં ભાજપના અત્યાચારનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલજીની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે: ઇસુદાન ગઢવી

ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અરવિંદ કેજરીવાલજીના સ્વાસ્થ્ય માટે અને જેલમુક્તિ માટે પ્રાર્થના કરી: ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ કહ્યું આમ આદમી પાર્ટીને ખતમ કરવાના ઉદ્દેશથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં કેજરીવાલજીને જેલમાં ધકેલી દીધા છે

આમ આદમી પાર્ટીને તોડી નાખવાના ઉદ્દેશથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલમાં ધકેલી દીધા છે. જેલમાં અરવિંદ કેજરીવાલજીનું વજન દિવસને દિવસે ઘટી રહ્યું છે. અને દિવસેને દિવસે તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે. જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલજીની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે તેમની તબિયતમાં સુધારની અને તેમની જલ્દી જેલમુક્તી થાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ કાર્યાલયથી નીકળીને આ પદયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીને ફુલહાર અર્પણ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલજીની તબિયત માટે અને જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.

આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા, કાર્યકારી પ્રમુખ રામભાઈ ધડુક, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ મંત્રી અજીત લોખિલ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, પ્રદેશ મંત્રી જયેશભાઈ સંગાડા, દાહોદ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને સુરતના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.