સમાચાર સારાંશ: કડી પેટા ચૂંટણીમાં 'આપ' ઉમેદવાર જગદીશ ચાવડાને ગામે ગામથી મળી રહ્યું જબરદસ્ત જનસમર્થન.
કડી પેટા ચૂંટણીમાં 'આપ' ઉમેદવાર જગદીશ ચાવડાનો તૂફાની પ્રચાર
AAP ઉમેદવાર જગદીશ ચાવડાએ આજે સેદરડી, સેદારાણા, થોડમલપુરા, ખંડમોરવા, કડી કસબા, ધડોદ, સુજાતપુરા, રણછોડપુરા, નરસિંહપુરા ગામની મુલાકાત લીધી

ભાજપના ત્રણ દાયકાના શાસન બાદ પણ કડી વિધાનસભામાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે જેના કારણે ભાજપ વિરુદ્ધ લોકોનો ગુસ્સો હવે ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે: જગદીશ ચાવડા AAP
કડી પેટા ચૂંટણીમાં 'આપ' ઉમેદવાર જગદીશ ચાવડાને ગામે ગામથી મળી રહ્યું જબરદસ્ત જનસમર્થન.
AAP ઉમેદવાર જગદીશ ચાવડાએ કડીના મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની ખાતરી આપી
આમ આદમી પાર્ટી દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જબરદસ્ત તુફાની પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ દિવસ અને દિવસે કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાની લોકપ્રિયતા વધી રહી છે. આજે AAP ઉમેદવાર જગદીશ ચાવડાએ સેદરડી, સેદારાણા, થોડમલપુરા, ખંડમોરવા, કડી કસબા, ધડોદ, સુજાતપુરા, રણછોડપુરા, નરસિંહપુરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જગદીશ ચાવડાએ જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ જાણી હતી. હાલ કડી વિધાનસભાના ગામે ગામથી લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને જબરદસ્ત જનસમર્થન આપી રહ્યા છે. ખેડૂતો, યુવાનો, વ્યાપારીઓ, મજૂરો, મહિલાઓ સહિત તમામ જાતિ જ્ઞાતિના લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને પોતાનો ટેકો આપી રહ્યા છે. આઝાદીના અનેક દશકો પછી પણ કડી વિધાનસભામાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે જેના કારણે ભાજપ વિરુદ્ધ લોકોનો ગુસ્સો હવે ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત, દરેક પંથકમાં ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાનો મુખ્ય એજન્ડા છે. લોકોએ તેમની વાતો પૂરી ઈમાનદારી અને ઉત્સાહથી સાંભળી અને ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કર્યું.
સાથે સાથે આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડાની સાથે સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ ગૌરી દેસાઈ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ, કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઇ શર્મા, નોર્થ ઝોન પ્રમુખ બિપીનભાઈ ગામિતી, ગાંધીનગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પ્રભાતસિંહ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ, દાહોદના લોકસભા કો-ઇન્ચાર્જ બાબુભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ, મહિલા વિંગના જિલ્લા પ્રમુખ સોનલબેન, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેરના ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી, ગાંધીનગર શહેર પૂર્વ પ્રમુખ જીતુભાઈ ધારાવાડિયા, સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ, વિજાપુરના પ્રભારી ભાસ્કર પટેલ, અને પૂર્વ એજ્યુકેશન સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય સહીત અનેક પ્રદેશના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ કડીના અલગ અલગ ગામોમાં એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



