હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.

Posted 2 years ago with 14 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આપ'ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.*

ચૈતર વસાવાએ  'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.
1/3
ચૈતર વસાવાએ  'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.
2/3
ચૈતર વસાવાએ  'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.
3/3

ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો. *'આપ'ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.* *ભાજપ સરકાર સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે: ચૈતર વસાવા* *જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો, તે જ રીતે અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા છે: ચૈતર વસાવા* *આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે: ચૈતર વસાવા* આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમ હેઠળ પ્રચાર અભિયાન આગળ વધારી રહ્યા છે. 29 માર્ચના રોજ ચૈતરભાઈ વસાવાએ 'તમારો દીકરો તમારે દ્વાર' કાર્યક્રમ અંતર્ગત વાગરા વિધાનસભામાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું. ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વેરવાડા, દશાન, હિંગલોટ, વડવા, વેસદરા, આમદડા, ભુવા, ભાડભૂત, કાસવા, મનાડ, મેહગામ, કેસરોલ, એડસાલ, નવેઠા, સખબડ, અમલેશ્વર, ઓલાદ અને કલ્લા ગામની મુલાકાત લીધી હતી. આ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈતરભાઈ વસાવાએ આ દરમિયાન વડીલો માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી અને સ્થાનિક મુદ્દા ઉપર ચર્ચા કરી. તમામ ગામોના લોકોએ ચૈતરભાઈ વસાવવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી. આ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે. ભાજપ સરકાર સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે. ભાજપ સરકાર તાનાશાહી ઢબે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જુઠા કેસો કરવામાં આવ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જ રીતે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજીને જેલમાં મોકલવામાં આવ્યા છે. તમે એ પણ જોયું હશે કે દેશના એક માત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તમામ લોકોએ સાથે મળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવવાની છે. ઇન્ડિયા ગઠબંધન જ દેશમાં લોકતંત્રને બચાવી શકે છે, માટે હું ભરૂચના તમામ લોકોને વિનંતી કરીશ કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડું પર બટન દબાવીને મને એક ઐતિહાસિક જીત અપાવો, જેથી આપણે સાથે મળીને દેશના લોકતંત્રને બચાવી શકીએ.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.