સમાચાર સારાંશ: સામાજિક પ્રસંગમાં જતાં હતા ત્યારે સાકરદા અને મોકસી ગામની વચ્ચે અકસ્માત સર્જાયો
વડોદરા નજીક આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એકનું મોત, ૩૦ જેટલા લોકો ઘાયલ
દરમિયાન સાંકરદા અને મોકસી ગામની વચ્ચે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 25 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તો અને તુરંત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. સામાજિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. અકસ્માત સ્થળે રોડ ઉપર ઇજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને તુરત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ ભાદરવા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



