હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી છે તેના પગલે ભારે વરસાદના સંજોગો

Posted 2 years ago with 84 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જોશીલુ બન્યું

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી છે તેના પગલે ભારે વરસાદના સંજોગો
1/2
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી છે તેના પગલે ભારે વરસાદના સંજોગો
2/2

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જોશીલુ બન્યું છે. પોરબંદર, દ્વારકા અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. 

આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે સેકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી છે તેના પગલે ભારે વરસાદના સંજોગો હજુ યથાવત્ છે. આજે (20મી જુલાઈ) પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે દરિયાકાંઠે 55થી 65 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 75 ટકાથી વધુ વિસ્તારોમાં સચરાચર વરસાદનું પૂર્વાનુમાન છે.

અતિશય ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્રએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈને ભારે વરસાદમાં અટવાય નહીં તે અન્વયે આ નિર્ણય લેવાયો છે.

હવામાન વિભાગ અનુસાર, આજે (20મી જૂલાઈ) સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અત્યંત ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું ( rain heavy) અનુમાન છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ (rain heavy) વરસી શકે છે..

રાજ્યના નવ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.કચ્છ,જામનગર, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ છે. તો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાને જોતા યલો એલર્ય જાહેર કરવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.