હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા-TV અને OTT

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે.

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આપણે જાણીએ કે 'છાવા' ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રિલીઝ થશે.

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે.
1/1

વિકી કૌશલની 'છાવા' ઓટીટી પર ક્યારે રિલીઝ થશે, જાણી લો...

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે. 'છાવા'એ પહેલા દિવસે જ 31 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને 2025ની સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થનારી ફિલ્મોની યાદીમાં પોતાનું નામ નોંધાવી જ દીધું છે. એવામાં લોકો આ ફિલ્મની ઓટીટી રિલીઝ માટે પણ રાહ જોઇ રહ્યા છે. તો આપણે જાણીએ કે 'છાવા' ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રિલીઝ થશે. 

અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઇ ગઇ છે અને બોક્સ ઑફિસ પર ઘણી ધૂમ મચાવી રહી છે. ફિલ્મને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે.

અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો છાવા ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જોકે, ઓટીટી પ્લેટફોર્મના અહેવાલ મુજબ નિર્માતાઓએ હજી નક્કી કર્યું નથી કે 'છાવા'ને નેટફ્લિક્સ પર કઇ તારીખે રિલીઝ કરવી. સમાન્ય રીતે કોઇ પણ નવી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તેના 50-60 દિવસ બાદ તે ઓટીટી પર રિલીઝ થાય છે. 50- 60 દિવસ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવે છે. ત્યાર બાદ મેકર્સ તેને ઓટીટી પર રિલીઝ કરી દે છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર વધુ કમાણી કરી શકે તે માટે મેકર્સ આમ કરતા હોય છે.

 'છાવા'ના નિર્માતાઓ પણ કંઇક આવો જ રસ્તો અપનાવવાનું વિચારી રહ્યા હોય એમ લાગે છે. હાલમાં દર્શકોમાં 'છાવા' ફિલ્મનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે અને નિર્માતાઓ તેનો પૂરો લાભ ઉઠાવવા માગે છે. તેથી હવે એ જોવાનું રહેશે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે. 

આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તેની વાર્તા શિવાજી મહારાજના મૃત્યુ પછી શરૂ થાય છે. તેમના મૃત્યુ બાદ મોગલ શાસક ઔરંગઝેબ દખ્ખણ (દક્ષિણ ભારતના વિસ્તારો) પર કબજો કરવા માગે છે કારણ કે તેને લાગે છે કે મરાઠા સામ્રાજ્ય નબળું પડી ગયું છે અને તેઓ આસાનીથી કબજો મેળવી શકશે, પણ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ તેમના માટે એક પડકાર બનીને ઊભરી આવે છે. મોગલ શાસક શપથ લે છે કે જ્યાં સુધી તે છત્રપતિ સંભાજી મહારાજને મારી ના નાંખે ત્યાં સુધી મુગટ ધારણ નહીં કરે. બસ આ ફિલ્મની સ્ટોરી લાઇન છે. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના અને આશુતોષ રાણા પણ જોવા મળી રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.