હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

લાપતા લેડીઝની યુવા અભિનેત્રી ફક્ત ૧૬ વર્ષની વયે નિતાંશી ગોયલએ IMDbની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝની યાદીમાં ટોચ પર જગ્યા બનાવી

Posted 2 years ago with 62 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: નિતાંશી ગોયલે તેની અદ્ભુત અભિનય કુશળતા અને સોશિયલ મીડિયા પર તેની પ્રભાવશાળી હાજરીને કારણે IMDbની યાદી ઉપર ટોચનું સ્થાન મેળવ્યું.

લાપતા લેડીઝની યુવા અભિનેત્રી ફક્ત ૧૬ વર્ષની વયે નિતાંશી ગોયલએ IMDbની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝની યાદીમાં ટોચ પર જગ્યા બનાવી
1/1

અભિનેત્રી નિતાંશી ગોયલે તેની અદ્ભુત અભિનય કુશળતા અને સોશિયલ મીડિયા પર તેની પ્રભાવશાળી હાજરીને માત્ર 16 વર્ષની વયે IMDbની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. IMDb દ્વારા આ યાદી દર અઠવાડિયે અપડેટ કરવામાં આવે છે અને તે વિશ્વભરના ચાહકોના મતો/પસંદ પર આધારિત હોય છે.

નિતાંશીએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત 'માસૂમ સવાલ' (2022), 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' (2016), અને 'ઇન્દુ સરકાર' (2017) જેવી ફિલ્મોમાં અભિનય કરીને કરી હતી, અને તેણે 'ઇન્સાઇડ એજ' (2017) અને 'થપકી પ્યાર કી' (2015) જેવા OTT અને ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. તેઓના ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેઓને ભારતની સૌથી યુવા અભિનેત્રી બનાવે છે જેનો આટલો મોટો ફેન બેઝ છે.

નિતાંશીની હાલની સફળતા 'લાપતા લેડીઝ' ફિલ્મમાં તેમના અભિનયને કારણે છે, જેમાં તેઓએ એક યુવા નવવધૂની ભૂમિકા ભજવી છે, જે ટ્રેનની સવારી દરમિયાન ગુમ થઈ જાય છે. ફિલ્મમાંઆ ગામના લોકો પોલીસની મદદથી આ ગુમશુદા નવવધૂ (લાપતા દુલ્હન) ને કેવી રીતે શોધે તેજ મુખ્ય વાર્તા છે. ફિલ્મને સમીક્ષકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, અને તેની કથા, પટકથા અને કલાકારોના અભિનયની પ્રશંસા થઈ છે.

નિતાંશી અભિનયની સાથે સાથે  નાટ્યકળામાં પણ નિપુણ છે, તેઓ કથક સહિતના વિવિધ નૃત્ય શૈલીઓમાં પારંગત છે. નિતાંશી ટીવીના જાણીતા ડાંસ શો 'સુપર ડાન્સર 3'નો ભાગ પણ રહ્યા છે અને  ત્યાં પણ તેઓને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. તેઓની આ સિદ્ધિઓ અને પ્રતિભાને કારણે, તેઓએ IMDbની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝની યાદીમાં ટોચ પર જગ્યા બનાવી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.