હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી અસર ન દેખાઈ ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી બજારમાં સામાન્ય કડાકો

Posted 1 year ago with 46 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી હતી. ત્યારે આ રિપોર્ટની અત્યાર સુધીમાં શેરબજાર પર નજીવી અસર દેખાઈ છે

અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી અસર ન દેખાઈ ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી બજારમાં સામાન્ય કડાકો
1/1

અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી અસર ન દેખાઈ ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી બજારમાં સામાન્ય કડાકો 

હિંડનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા સેબી અને અદાણી ગ્રૂપ વચ્ચે લિંકના અહેવાલો આવ્યા બાદ આજે (12મી ઑગસ્ટ) ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી હતી. ત્યારે આ રિપોર્ટની અત્યાર સુધીમાં શેરબજાર પર નજીવી અસર દેખાઈ છે. સેન્સેક્સની વાત કરીએ તો ટ્રેડિંગની શરૂઆતમાં તેમાં 375 પોઈન્ટનો સામાન્ય કડાકો જ બોલાયો હતો જ્યારે નિફ્ટીમાં પણ નજીવા 70 પોઈન્ટનો કડાકો દેખાયો હતો. જોકે હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રૂપના સ્ટોક્સ પર જોવા મળી હતી અને અદાણી એન્ટરપ્રાઈઝના સ્ટોક્સમાં 5 ટકાનો એકસાથે કડાકો બોલાઈ ગયો હતો.

અદાણી ગ્રૂપના અન્ય શેરની શું છે સ્થિતિ? 

•અદાણી પાવર શેર 3.65% ના કડાકા સાથે રૂ. 670 પર ટ્રેડ કરી રહ્યો છે.

•અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 4.81% ઘટીને રૂ. 828 પર ટ્રેડ થઈ રહ્યો છે.

•અદાણી વિલ્મરનો શેર 2.56% ઘટીને રૂ. 375.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

•અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સ્ટોક 2.96% ઘટીને રૂ. 1,728.05 પર છે.

પહેલા જેવી અસર નહીં! 

અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી દેખાઈ રહી નથી, 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરાયા બાદ દેખાઈ હતી. તેનાથી ક્યાંકને ક્યાંક એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ વખતે અમેરિકન શોર્ટ સેલરનો સેબી ચીફ અંગેનો રિપોર્ટ વધારે અસરદાર સાબિત થયો નથી. રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર થઈ હોવાનું પણ માની શકાય. નિષ્ણાતોના મતે આ આરોપ પહેલા જેવા જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.