હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Posted 1 hour ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ,લાંબા વિરામ બાદ પડેલા વરસાદમાં નાના બાળકો નહાવાની મજા માણતા જોવા મળ્યા,વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
1/1

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી , લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક, અસહ્ય ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને મળી મોટી રાહત.

ગાંધીનગરમાં ફરી વરસાદ, શહેર-ગ્રામ્ય વિસ્તારો ભીંજાયા

લાંબા વિરામ બાદ ગાંધીનગરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ભાઈજીપુરા, કોબા, રાયસણ અને રાદેસણ સહિતના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. 

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદી પર આવેલો ગિરાધોધ ધસમસતા પ્રવાહ સાથે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સલામતીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને સ્થળ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

નવસારી જિલ્લામાં તમામ 6 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. વાંસદામાં સૌથી વધુ 48 મિમી વરસાદ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ,વરસાદના પગલે અંબિકા નદી પર આવેલો પ્રખ્યાત ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે,

વરસાદની આગાહી છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરાધોધનો નજારા માણવા પહોંચ્યા,

સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરાધોધની નજીક જતા અટકાવ્યા

અરવલ્લી : માલપુર પંથકના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, 

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ,લાંબા વિરામ બાદ પડેલા વરસાદમાં નાના બાળકો નહાવાની મજા માણતા જોવા મળ્યા,વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, સામાજીક, ધર્મ

અમદાવાદમાં શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ અમદાવાદ દ્વારા પુષ્પનાથ મહાદેવ પાલડીમાં શાસ્ત્રોક વિધિ પ્રમાણે જનોઈ બદલી

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, સામાજીક, ધર્મ

અમદાવાદમાં શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ અમદાવાદ દ્વારા પુષ્પનાથ મહાદેવ પાલડીમાં શાસ્ત્રોક વિધિ પ્રમાણે જનોઈ બદલી

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી