સમાચાર સારાંશ: ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ કહ્યું કે જો ઈઝરાયેલ ઈરાન દ્વારા કરાયેલા મિસાઈલ હુમલાનો બદલો લેશે તો અમે ફરી ઈઝરાયલ પર કહેર બનીને તૂટી પડશું.
ઈઝરાયલ પર લગભગ 500 જેટલી મિસાઈલ ઝિંક્યા બાદ પણ ઈરાનના તેવરમાં કોઈ ફેરફાર થયો નથી. ઈરાને ફરી એકવાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને ધમકી આપી છે.
ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ કહ્યું કે જો ઈઝરાયેલ ઈરાન દ્વારા કરાયેલા મિસાઈલ હુમલાનો બદલો લેશે તો અમે ફરી ઈઝરાયલ પર કહેર બનીને તૂટી પડશું.
અહેવાલ અનુસાર લેબનોનમાં ઇરાનના હિઝબુલ્લાહ સાથીઓ સામે ઇઝરાયેલના ઓપરેશનના જવાબમાં ઇરાને ઇઝરાયલ પર લગભગ 500થી વધુ બેલેસ્ટિક મિસાઇલો ઝિંકી હતી અને સામે ઇઝરાયલે પણ ઈરાનને એક મોટા હુમલાને સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી દીધી છે. આ સાથે મધ્યપૂર્વમાં ફરી એકવાર તંગદિલી વ્યાપી ગઈ છે.
આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને ચેતવણી આપતા કહ્યું કે ઈરાન યુદ્ધ નથી ઈચ્છતો પણ નેતન્યાહુ શાસનની આક્રમકતાનો નિર્ણાયક જવાબ કાયદેસર અધિકારોના આધારે શાંતિ તથા સુરક્ષાના હેતુથી આપવામાં આવ્યો છે.
આ કાર્યવાહી ઈરાનના હિત અને નાગરિકોની સુરક્ષા માટે હતી. ઈઝરાયેલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા પછી મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે. ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા.
બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર 100થી વધુ મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવ નજીક આતંકી હુમલો પણ થયો છે.ઈરાને આખરે મંગળવારે રાતે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાને ઈઝરાયેલના અનેક વિસ્તારો પર 500થી વધુ મિસાઈલ છોડયા છે. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.
ઈરાનના આ હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકન પ્રમુખ બાઈડેને ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે તેના સૈન્યને આદેશ આપ્યો છે. આ હુમલા બાદ નેતન્યાહૂએ ધમકી આપી હતી કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે, હવે તેણે કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



