હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદ સહીત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી

Posted 2 years ago with 47 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ સહીત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી
1/2
અમદાવાદ સહીત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી
2/2

અમદાવાદ સહીત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાંપટાં પડી રહ્યા છે. વડોદરામાં રવિવાર બાદ સોમવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. આમ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

વડોદરા: સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ

વડોદરા: સાવલી તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. પવન, વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઇ છે. ટુંડાવ ગોઠડા, લસુંદ્રા, શેરપુરા, વસંતપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા સ્થાનિકોએ ગરમીના ઉકળાટથી રાહત અનુભવી છે. ભારે પવનના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાવલીના અનેક ગામોમાં વીજળી ડૂલ થઇ છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, હજી એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 35થી 45ની પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે. ગઇકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ છે. આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મંગળવારે (25મી જૂન) બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે

પંચમહાલ: ગોધરામાં ગાજવીજ સાથે વરસાદ 

વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 

ગોધરા શહેર તેમજ પોપટપુરા, વેજલપુર, બેટીયા, ભામૈયા, વાવડી, વેગનપુર, ટુવા, સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન

ગાંધીનગર શહેરના સેક્ટરો‌, વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, પેથાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ 

મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.