હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા
1/3
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા
2/3
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા
3/3

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો બાદ હવે સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, NDA ગઠબંધનના નેતાઓ સાતમી જૂને રાષ્ટ્રપતિ ભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. એક કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (Droupadi Murmu)ને રાજીનામું આપીને લોકસભા ભંગ કરવાનું સૂચન કર્યું હતું, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. આ પહેલા પરિણામો બાદ આજે એનડીએની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં 10થી વધુ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નવી સરકાર બનાવવા માટે વડાપ્રધાન મોદીએ રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને આ સાથે લોકસભા ભંગ થઈ ગઈ છે.

દરમિયાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાન પર એનડીએની એક કલાક સુધી બેઠક ચાલી હતી, જેમાં 10થી વધુ પક્ષોના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં JDUના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, TDPના વડા ચંદ્રાબાબુ નાયડુ, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના વડા સુદેશ મહંતો, RLDના જયંત ચૌધરી, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, LJP (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, અપના દળ (સોનેલાલ) નેતા અનુપ્રિયા પટેલ અને HAM નેતા જીતનરામ માંઝી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓને કહ્યું, અભિનંદન... બધાએ સારો સંઘર્ષ કર્યો. NDA હવે દેશના વિકાસ માટે કામ કરશે. અમે લોકો માટે અમારું કામ ચાલુ રાખીશું.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને શિવસેના (શિંદે જૂથ)એ ભાજપને પોતાનો સમર્થન પત્ર સોપ્યો છે. એનડીએની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે પસંદ કરાયા છે, જેના પર ગઠબંધનના 21 નેતાએ હસ્તાક્ષર કર્યા છે.  
આ માટે એક પ્રસ્તાવ પણ પસાર કરાયો છે, જેમાં લખાયું છે કે, ‘2024 ભારતના 140 કરોડ દેશવાસીઓએ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ કરતો જોયો છે. 

ખૂબ લાંબા ગાળા બાદ લગભગ છ દાયકા પછી ભારતની પ્રજાએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વની પસંદગી કરી છે. આપણને બધાને ગર્વ છે કે એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણી એકજૂટ રીતે લડી અને જીતી. આપણે સર્વસંમતિથી NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ.’

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.