હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજયમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ

Posted 2 years ago with 132 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી

રાજયમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ
1/2
રાજયમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ
2/2

રાજયમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે (25મી જૂન) પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ખાસ કરીને વડોદરા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. 

વડોદરાના પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બનાસકાંઠાના કાંકરેજના આકોલી, શિહોરી,દાંતા અને અરણીવાડામાં વરસાદ વરસ્યો છે. દિયોદરમાં બે ઈંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદન લઈને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર માત્રામાં આવક થઈ છે. નોંધનીય છે કે, આજે રાજ્યના 88 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો છે. 

આ સિવાય ખેડામાં સવા બે ઈંચ, વડોદરાના ડેસરમાં પોણા 2 ઈંચ,પંચમહાલના કાલોલમાં સવા 2 ઈંચ અને વડોદરાના પાદરામાં એક ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.