હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ઇતિહાસ

ભુજમાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી ભરેલો પટારો મળ્યો વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો

Posted 2 years ago with 52 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો

ભુજમાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી ભરેલો પટારો મળ્યો  વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો
1/2
ભુજમાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી ભરેલો પટારો મળ્યો  વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો
2/2

ભુજમાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો ચાંદીના પતરાંથી મઢેલી જૂનવાણી ડિઝાઈનની 20 પૌરાણિક વસ્તુઓથી ભરેલો પટારો મળ્યો  

વર્ષો પહેલા ભુજ શહેરના મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે ત્યારે અહીંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. પશ્વિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જુના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી.

ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે. તેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જુના જમાનાનો હતો. જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલા તાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવ ને જાણ કરી હતી. 

પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જેની તપાસ કરતાં તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યા હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમય આ વસ્તુઓ જમા કરાવવામાં આવેલ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી. ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમાં જિલ્લા કમાન્ડટની સમય સુચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલા આ કિંમતી માલ સામાન મળી આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન