સમાચાર સારાંશ: માં અંબાના ધામે જવા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દૂર દૂરથી માઇભક્તો પગપાળા સંગરૂપે અવિરત ચાલીને માં અંબાના દર્શને પહોંચતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અમદાવાદ: નવા વાડજ વ્યાસવાડી પગપાળા સંઘનું 51 ગજની ધજાનું ધજાપૂજાન અને મહાઆરતી સાથે અંબાજી પ્રસ્થાન
માં અંબાના ધામે જવા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દૂર દૂરથી માઇભક્તો પગપાળા સંગરૂપે અવિરત ચાલીને માં અંબાના દર્શને પહોંચતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ તેની 52 ગજની ધજા સાથે માં અંબાના ધામે છેલ્લા 30 વર્ષથી અવિરત માં અંબાના ધામ અંબાજી જવા નીકળે છે.આ વખતે પણ આ સંઘ દારા 31માં વર્ષમાં પ્રવેશ કરતા 52 ગજની ધજા સાથે અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું.
અંબાજી જતા અગાઉ આ 52 ગજની વ્યાસવાડી ખાતે ધજાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મંત્રોચ્ચાર દ્વારા માં અંબાના રથનું પૂજન કરાયુ હતું અને તમામ સોસાયટીઓ પુષ્પની રંગોળી દ્વારા શુશોભીત કરવામાં આવી હતી.
કાલે મહાઆરતી સાથે ધજાપુજા અને આજે સવારે 6 કલાકે આ 52 ગજની ધજાનો સંઘ માં અંબાના ધામે જવા જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે પ્રસ્થાન થયો હતો.
10મીએ અંબાજી ખાતે આ સંઘ દ્વારા રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે અને 11મીએ સવારે આ 52 ગજની ધજા ચઢાવવામાં આવશે. આશરે 125 થી 150 લોકો આ સંઘમાં પગપાળા જોડાય છે અને માં અંબાના દર્શન કરે છે.
Ahmedabad: New Vadaj Vyaswadi Pedestrian Association leaves for Ambaji with 51-yard Dhaja Puja and Maha Aarti
When only a few days are left for the fair of Bhadarvi Poonam to go to Maa Amba Dham, then Maa devotees from far and wide reach Maa Amba's darshan by walking continuously on foot.
The Vyaswadi Pedestrian Association located at Nava Vadaj in Ahmedabad has been going to Maa Amba Dham for the last 30 years non-stop with its 52-yard race. This time too, as the sangha entered its 31st year, it set out on foot to Ambaji with a rush of 52 yards.
Before going to Ambaji, Dhaja Puja and Maha Aarti were performed at this 52-yard Vyaswadi, in which a large number of people participated. The chariot of Maa Amba was worshipped by chanting mantras and all the societies were decorated with floral rangoli.
Yesterday, Dhajapuja with Maha Aarti and this morning at 6 o'clock this 52 yards Dhajana left for Amba Dhame in Sangha with the sound of Jai Ambe Bol Mari Ambe.
A grand Rasgarba will be organized by this Sangha at Ambaji on 10th and on 11th morning this 52 yards flag will be hoisted. About 125 to 150 people join this Sangha on foot and visit the Maa Amba.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



