સમાચાર સારાંશ: ચિત્ર યાત્રા” રિયાલિસ્ટિક આર્ટિસ્ટ મનસ્વી મહેતાના પ્રથમ શોલો કલા પ્રદર્શનનું આયોજન ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે યોજવામાં આવ્યું. અમદાવાદના કલા રસિકો અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે “ચિત્ર યાત્રા” નામે આ વિશેષ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
આંતરિક ભાવોની અભિવ્યક્તિ સ્વરૂપે મનસ્વી મહેતાની સુંદર " ચિત્ર યાત્રા "
પ્રકૃત્તિના સૌદર્યથી સદાય સમૃદ્ધ રહેલી ભારતની ભુમીએ કલાકરોને ખુબ પીરસ્યુ છે. એમાં શોભા્યમાન એવા પ્રાકૃતિક દ્રષ્યો, ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ, ઝરણાં વિગેરે સુંદરતાને રમણીય બનાવે છે. જે વાસ્તવિક કલાના કલાકારો માટે પ્રાણ સ્વરૂપ છે તેમજ પ્રેરણા દાયક છે.

“ચિત્ર યાત્રા” રિયાલિસ્ટિક આર્ટિસ્ટ મનસ્વી મહેતાના પ્રથમ શોલો કલા પ્રદર્શનનું આયોજન ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે યોજવામાં આવ્યું. અમદાવાદના કલા રસિકો અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે “ચિત્ર યાત્રા” નામે આ વિશેષ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
“ચિત્ર યાત્રા” મનસ્વી મહેતાની કલાત્મક સફર, તેમની નિરીક્ષણ શક્તિ અને વાસ્તવિકતાને કેનવાસ પર જીવંત રીતે રજૂ કરવાની તેમની કળાને ઉજાગર કરે છે. તેમના ચિત્રોમાં પ્રકૃતિ, રંગો, આકારો અને જીવનની સુંદર ક્ષણોને સૂક્ષ્મ રીતે રજૂ કરવાનો પ્રયાસ જોવા મળે છે. વાસ્તવિક કલાના પ્રદર્શિત કરેલ 32 ચિત્રોમાં જીવનતતા ભાસે છે. મનસ્વી મહેતાની આ કલાત્મક સફરમાં તેમના શિક્ષક અને માર્ગદર્શક શ્રીમતી હિરલ શાહનું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને પ્રોત્સાહન રહ્યું છે.
સર્જન પામેલ ચિત્રોમાં પ્રથમ સ્થાને ગણેશજી બિરાજમાન રહયા છે. જેઓ વિઘ્નહર્તા તથા સુખ - સમૃદ્ધિના દાતા તેમજ શુભ કર્યોમાં પ્રથમ બિરાજમાન પ્રભુ શ્રી ગણેશજીના દિવ્ય દર્શન થાય છે. તેવીજ રીતે પુષ્ટિ માર્ગના આરાધ્ય દેવ શ્રીનાથજીનું મંગલા સ્વરૂપ તેમજ શ્રી મહાપ્રભુજીની
ઉપસ્થિતિ, ભગવાન પ્રત્યેની સેવા, સમર્પણ અને કૃપાના સાશ્વત સબંદ્ધને વ્યક્ત કરે છે.
ભગવાન શિવ, માતાપાર્વતી તથા ગણેશગજીના પરિવારના દિવ્ય સ્વરૂપના દર્શનમાત્ર
પરમ શાંતિનો અનુભવ કરાવનાર તેમજ સકારાત્મક ઉર્જા આપનાર છે. સાથે ભગવાન શ્રી રામનું મનમોહક સ્વરૂપ, સત્ય, શૌર્ય, ધર્મ, કરુણાના પ્રતીક છે. પ્રાચીન સ્થાપત્ય કલાના પ્રતીક સમાન મૂર્તિમા રાજસી શોભાયાત્રા માં હાથી, ઘોડા તેમજ વાદ્ય વગાડતાં પાત્રોને લક્ષણિક મુદ્રામાં દર્શાવ્યા છે.
સ્થાપત્ય કલાની વિશેષતા સ્વરૂપે મહુડી જૈન તીર્થંની કલાત્મક કૃતિ કે જે સ્થાપત્ય કલાની ભવ્યતાના દર્શન કરાવે છે.
એજ પ્રમાણે પ્રાચીન ભારતીય મંદિરોમાં કોતરયેલી દિવ્ય નર્તકીઓની સુંદરતા, અભિવ્યક્તિ પૂર્ણ મુદ્રાઓ, અલંકારો તેમજ ભારતીય નૃત્યની લયબદ્ધ ઝાંખી કરાવતી ભવ્ય મૂર્તિઓ તે સમયના સમૃદ્ધ કાળને દર્શાવે છે. જયારે મનસ્વીએ બીજી તરફ પ્રકૃત્તિની વિવિધતા તેમજ મનમોહકતાને સુંદર રીતે દર્શાવી છે. જેમાં અદભુત પ્રકૃતિક દ્રષ્યોમાં રહેલા પાર્વતો, ઝરણાં, વૃક્ષો, લીલીછમ ચાદર ઓઢેલી ધરતી, સમુદ્રના ઉછલતા મોજા પર આથમતા સૂર્યની સોનેરી કિરણો, પ્રકૃત્તિની શોભા વધારતા રંગીન કોમળ પુષ્પો, આવા અલૌકિક દ્રષ્યોને માણવા આવેલ પક્ષીઓનો સંગીતમય કલરાવ કરતી ચકલી, પોપટ, માદા કાર્દીનલ વિગેરે પોત - પોતાની મસ્તીમાં મગ્ન દેખાય છે.
“અંદરથી ખીલતી કલાનો અનુભવ ” – આ વિચાર સાથે “ચિત્ર યાત્રા” કલા પ્રેમીઓ માટે એક સુંદર અને સંવેદનશીલ અનુભવ બનવાની આશા છે. આ પ્રદર્શન દ્વારા વાસ્તવિક કળા પ્રત્યે લોકોમાં રસ વધે તથા યુવા કલાકારોને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવા માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
- વિનય પંડયા
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



